Not Set/ બનાસકાંઠા/ તીડના આક્રમણને રોકવા ખેડૂતો ઢોલ નગારા વગાડી રહ્યા છે

બનાસકાંઠાના અનેક ગામોમાં છેલ્લા એક અઠવાડિયાથી તીડના ટોળે ટોળા ખેતરોમાં ત્રાટકી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ, સુઇગામ અને થરાદ પંથકમાં ત્રણ મહિના અગાઉ પણ તીડે આક્રમણ કર્યું હતું તે સમયે પણ ખેતીવાડી વિભાગની અલગ અલગ ટીમો એ સતત એક મહિના સુધી દવાનો છંટકાવ કરી ખેડૂતોને તીડ મુક્ત કર્યા હતા ત્યારે […]

Gujarat Others
A 10 બનાસકાંઠા/ તીડના આક્રમણને રોકવા ખેડૂતો ઢોલ નગારા વગાડી રહ્યા છે

બનાસકાંઠાના અનેક ગામોમાં છેલ્લા એક અઠવાડિયાથી તીડના ટોળે ટોળા ખેતરોમાં ત્રાટકી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ, સુઇગામ અને થરાદ પંથકમાં ત્રણ મહિના અગાઉ પણ તીડે આક્રમણ કર્યું હતું તે સમયે પણ ખેતીવાડી વિભાગની અલગ અલગ ટીમો એ સતત એક મહિના સુધી દવાનો છંટકાવ કરી ખેડૂતોને તીડ મુક્ત કર્યા હતા ત્યારે ફરી આજે તીડનો આતંક જોવા મળ્યો છે.

વાવ અને થરાદ તાલુકા સહિત સરહદી વિસ્તારોમાં તીડના ઝુંડ દેખાતા ખેડૂતોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિણામે તીડના આ ઝુંડ ઊભા પાક પર હુમલો કરે તે પહેલા જ તંત્ર દ્વારા તેમને રોકવાના કોઈ પગલા ભરવામાં આવે તેવી માગણી ખેડૂતો કરી રહ્યા છે.

રાજસ્થાન તરફથી આવી રહેલા આ તીડના ઝુંડે વાવ તાલુકાના મીઠાવીચારણ ગામના ખેતરોમાં ઊભા પાક પર આક્રમણ કર્યા બાદ ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. 10 કિમી સુધીના વિસ્તારમાં ફેલાયેલા તીડના આ ઝુંડથી ઊભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે.રાજસ્થાન બાજુથી તીડોનું મોટું ટોળુ મીઠાવી ચારણ મીરાંણા તેમજ નર્મદા કેનાલ સુધી આવી ગયા છે તેવી આસપાસના લોકોને જાણા થતાં  સૌ સાથે મળી ઢોલ નગારા થાળી વગાડી અવાજ કરો જેથી તીડ  રાતવાસો ન કરે તેમ થરાદ પંથકના દરેક ખેડૂત ભાઈઓને જણાવવામાં આવ્યું હતું.

તીડના ઝુંડની જાણકારી મળતા જ સ્થાનિક ખેડૂતોએ ખેતીવાડી સમિતીના અધિકારીને જાણકારી આપી હતી. ઉપરાંત તીડની જાણ થતા જ ધારાસભ્યએ ગેતીબેન ઠાકોરે તંત્રને દવાઓનો છંટકાવ કરવા અધિકારીઓ અને કેન્દ્ર સરકારને જાણકારી આપી હતી. હાલમાં વિસ્તારમાં એરંડા અને રાયડો જેવા પાકને તીડના ઝુંડથી મોટું નુકસાન થશે તેવી ચિંતા ખેડૂતોની સતાવી રહી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.