Not Set/ ‘પ્લાસ્ટિકની દાળ’/ બાંગ્લા સાહિબ ગુરુદ્વારામાં રાંધવામાં આવી, પીરસતાં પહેલાં જ ફેંકી દેવામાં આવી

દેશની રાજધાની દિલ્હીમાં બાંગ્લા સાહિબ ગુરુદ્વારામાં મંગળવારે પ્લાસ્ટિકની દાળ રાંધવામાં આવી હતી. જો કે, લંગરમાં દાળ પીરસાય તે પહેલાં જ, તેણી હકીકત બહાર આવતા તેને તાત્કાલિક અસરથી નિકાલ કરવામાં આવ્યો હતો. અને આશરે ૩૦ કિલો જેટલી દાળને ફેકી દેવામાં આવી હતી. અત્યાર સુધી પ્લાસ્ટીકના ચોખા માટે સાભળ્યું હતું. પર્ન્તુહાવે બજારમાં પ્લાસ્ટીકની દાળ પણ આવી ગયી […]

India
winter 11 'પ્લાસ્ટિકની દાળ'/ બાંગ્લા સાહિબ ગુરુદ્વારામાં રાંધવામાં આવી, પીરસતાં પહેલાં જ ફેંકી દેવામાં આવી

દેશની રાજધાની દિલ્હીમાં બાંગ્લા સાહિબ ગુરુદ્વારામાં મંગળવારે પ્લાસ્ટિકની દાળ રાંધવામાં આવી હતી. જો કે, લંગરમાં દાળ પીરસાય તે પહેલાં જ, તેણી હકીકત બહાર આવતા તેને તાત્કાલિક અસરથી નિકાલ કરવામાં આવ્યો હતો. અને આશરે ૩૦ કિલો જેટલી દાળને ફેકી દેવામાં આવી હતી.

અત્યાર સુધી પ્લાસ્ટીકના ચોખા માટે સાભળ્યું હતું. પર્ન્તુહાવે બજારમાં પ્લાસ્ટીકની દાળ પણ આવી ગયી છે. ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીએ આ અંગે જણાવ્યું હતું કે,  “બે દિવસ  દાળ બનાવવામાં આવી હતી. પરંતુ બનાવ્યા બાદ તરત જ જામી જતી હતી અને તેમાંથી પ્લાસ્ટીકની વાસ આવતી હતી.  આ જોઈને પહેલા દિવસે દાળ ફેંકી દીધી. આ પછી, બીજા દિવસે પણ એવું જ બન્યું, પછી દાળના સ્ટોકની ચકાસણી કરવામાં આવી, જેમાં પ્લાસ્ટિકના જાંબલી રંગના દાણા મળી આવ્યા હતા.

સીલબંધ પેકેટોમાં અનાજ લેશે

આ પછી, તમામ ગુરુદ્વારાઓને ગુરુદ્વારા વહીવટીતંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે કે, હવે થી અનાજણી  તપાસ કરવામાં આવશે. અને યોગ્ય રીતે પેકિંગ જોઇને જ ખરીદવામાં આવશે કે લેવામાં આવશે. તેમજ જે લોકો અનાજ નું દાન કરવા આવતા હોય તેઓને પણ સીલબંધ પેકેટોમાં અનાજ લાવવા અપીલ કરવામાં આવી છે.

50 થી 60 હજાર લોકો લંગર કરે છે

દરરોજ લગભગ 50 થી 60 હજાર લોકો ગુરુદ્વારા બાંગ્લા સાહિબમાં લંગર લગાવે છે. લોકો સામાન્ય રીતે દાળ, ચોખા, લોટ, શાકભાજી અથવા લંગરમાં વપરાતા અનાજનું દાન કરે છે. આ માટે ગુરુદ્વારા પરિસરમાં જ  અનાજ ભંડાર બનાવવામાં આવ્યું છે. જેને અનાજ દાન કરવું છે તે અહીં જાય છે. જો કે, જો દાતા ઇચ્છે તો, તેને પાવતી પણ આપવામાં આવે છે.

લોકો જ અનાજ રેશન લાવે છે અને રાખે છે

સ્ટોરમાં જુદા જુદા રેશન ડ્રમ્સ છે, જ્યાં લોકો અનાજ લાવે છે અને મૂકી જાય છે. આ સ્થળેથી, ગુરુદ્વારા વહીવટીતંત્રને પ્લાસ્ટિકનું પોલિમર પેકેટ મળ્યો, જે સરકારી લેબને પરીક્ષા માટે મોકલવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.