Not Set/ લગ્નમાં દલિતને ઘોડી પર ચઢવાની મળી સજા, સમાજનો કરાયો સામાજીક બહિષ્કાર

જાતીય ભેદભાવનું તાંજુ ઉદાહરણ ગુજરાતનાં મહેસાણા જિલ્લાનાં એક ગામમાં જોવા મળ્યુ છે. જ્યા એક દલિત યુવાનને તેના લગ્નમાં ઘોડી પર બેસવાનુ ભારે પડ્યુ હતુ. જેનો ભોગ તેનુ સમાજ બન્યુ છે. આ દલિત યુવાનનાં ઘોડી પર બેસવાના કારણે પુરા ગામનાં લોકોએ એસસી સમાજનાં લોકોનો સામાજીક બહિષ્કાર કરી દીધો છે. મહેસાણા જિલ્લાનાં કડી તાલુકામાં આવેલ લોર ગામનાં […]

Gujarat
106862065 9b7fc315 4f18 4c3e a92b 4f72d4d4fa38 લગ્નમાં દલિતને ઘોડી પર ચઢવાની મળી સજા, સમાજનો કરાયો સામાજીક બહિષ્કાર

જાતીય ભેદભાવનું તાંજુ ઉદાહરણ ગુજરાતનાં મહેસાણા જિલ્લાનાં એક ગામમાં જોવા મળ્યુ છે. જ્યા એક દલિત યુવાનને તેના લગ્નમાં ઘોડી પર બેસવાનુ ભારે પડ્યુ હતુ. જેનો ભોગ તેનુ સમાજ બન્યુ છે. આ દલિત યુવાનનાં ઘોડી પર બેસવાના કારણે પુરા ગામનાં લોકોએ એસસી સમાજનાં લોકોનો સામાજીક બહિષ્કાર કરી દીધો છે.

મહેસાણા જિલ્લાનાં કડી તાલુકામાં આવેલ લોર ગામનાં સવર્ણ જાતિનાં લોકો વરરાજાનાં ઘોડી પર બેસવાથી કથિત રીતે નાખુશ હતા. આ ઘટનાં મંગળવારની છે. ગામનાં સરપંચ વીનૂજી ઠાકોરનાં અન્ય નેતાઓની સાથે એક ફરમાન જાહેર કરી ગામનાં લોકોને દલિત સમાજનાં લોકોનો બહિષ્કાર કરવાનુ કહ્યુ. ઘટના મંગળવાર 7 મે ની છે. જ્યારે મેહુલ પરમાર નામના એક દલિત યુવકની જાન ગામડામાંથી નિકળી રહી હતી. જાણ મળી કે મેહુલ દલિત છે, કારણે ગામનાં ઘણા નેતાઓએ તેના પર આપત્તિ દર્શાવી અને સમાજનાં લોકોને પોતાની હદ પાર ન કરવાની ચેતવણી આપી. પોલીસને જાણ થતા ગામનાં સરપંચની ધરપકડ કરવામાં આવી.

આ અંગે જ્યારે વરરાજાને પુછવામાં આવ્યુ ત્યારે તેણે કહ્યુ કે, અમે વરઘોડા કાઢતા જ ગામનાં લોકોએ કહ્યું કે વરઘોડા કાઢવાનો નહીં. બાદમાં ગામલોકોએ બેઠક કરીને અનાજ, પાણી કંઈ ન આપવાની જાહેરાત કરીને અમારો સામાજિક બહિષ્કાર કર્યો. સવારથી લોકો દૂધ પણ નથી આપતા.

ઉલ્લેખનીય છે કે, ગામનાં સરપંચે જાહેર કરતા કહ્યુ કે, આ સમાજનાં લોકો સાથે કોઇ પ્રકારનો સંબંધ રાખવો નહી. કોઇ મેલ મિલાવ પણ રાખવો નહી. જે આ ફરમાન નહી માને તેના પર રૂપિયા 5 હજારનો દંડ લેવામાં આવશે.