Not Set/ અમેરિકાની ટાઇમ પત્રિકાનો PM મોદી પર વિવાદાસ્પદ રિપોર્ટ, લખ્યું ‘India’s Divider In Chief’

અમેરિકાની ફેમસ પત્રિકા ટાઇમએ પોતાના અંકમાં ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર એક કવર સ્ટોરી કરી છે. જો કે આ સ્ટોરીમાં PM મોદીનાં વખાણ કરવામાં આવ્યા નથી. પત્રિકાનાં મતે, શું દુનિયાનું સૌથી મોટુ લોકતંત્ર મોદી સરકારને આવનારા પાંચ વર્ષ સહન કરી શકશે? પત્રિકાએ કવર પેઝ પર ‘ઈંડિયાઝ ડિવાઇડર ઇન ચીફ’ શીર્ષક આપ્યુ છે. પાંંચ વર્ષનાં કામનું […]

Top Stories India World
c2dd55ba0993f949621d9e8cc1b03f85 અમેરિકાની ટાઇમ પત્રિકાનો PM મોદી પર વિવાદાસ્પદ રિપોર્ટ, લખ્યું 'India's Divider In Chief'

અમેરિકાની ફેમસ પત્રિકા ટાઇમએ પોતાના અંકમાં ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર એક કવર સ્ટોરી કરી છે. જો કે આ સ્ટોરીમાં PM મોદીનાં વખાણ કરવામાં આવ્યા નથી. પત્રિકાનાં મતે, શું દુનિયાનું સૌથી મોટુ લોકતંત્ર મોદી સરકારને આવનારા પાંચ વર્ષ સહન કરી શકશે? પત્રિકાએ કવર પેઝ પર ‘ઈંડિયાઝ ડિવાઇડર ઇન ચીફ’ શીર્ષક આપ્યુ છે.

91fe29e64498e3b9639625a191f9a5f9 342 660 અમેરિકાની ટાઇમ પત્રિકાનો PM મોદી પર વિવાદાસ્પદ રિપોર્ટ, લખ્યું 'India's Divider In Chief'

પાંંચ વર્ષનાં કામનું ટાઇમ દ્રારા આલેખન

ટાઇમ પત્રિકાએ વડાપ્રધાન મોદીનાં છેલ્લા પાંચ વર્ષનાં કાર્યકાળમાં કરવામાં આવેલા કામની વિસ્તૃત માહિતી પ્રકાશિત કરી છે. જો કે આ પત્રિકા માર્કેટમાં વેચાણ માટે ઉપલબ્ધ નથી. વડાપ્રધાન મોદી પર કવર સ્ટોરીનો આ અંક 20 મે 2019 નાં રોજ જાહેર કરવામાં આવશે. લોકસભાની ચૂંટણીનું છેલ્લુ ચરણ 19 તારીખે છે અને પરીણામ 23 તારીખે છે. તે પહેલા ટાઇમએ પોતાની વેબસાઇટમાં આ રિપોર્ટને પ્રકાશિત કર્યો છે. ટાઇમ પત્રિકાએ આ પહેલા મોદીને વર્ષ 2012 અને 2015 માં પોતાના કવર પેઝ પર જગ્યા આપી હતી.

5cd5314a1f000030009cb406 અમેરિકાની ટાઇમ પત્રિકાનો PM મોદી પર વિવાદાસ્પદ રિપોર્ટ, લખ્યું 'India's Divider In Chief'

PM મોદી પૂર્વે પણ મુખ્ય પુષ્ઠ પર મેળવી ચૂંક્યા છે સ્થાન

ઉલ્લેખનીય છે કે, ટાઇમ પત્રિકાએ વર્ષ 2014, 2015 અને 2017માં ભારતનાં વડાપ્રધાન મોદીનો દુનિયાનાં 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં સમાવેશ કર્યો હતો. વર્ષ 2015માં મોદી પર લખેલી કવર સ્ટોરીનું નામ “વ્હાય મોદી મેટર્સ” આપ્યુ હતુ. ટાઇમ પત્રિકા દ્વારા તાજતરમાં જે નામ આપવામાં આવ્યુ છે તેનો અર્થ થાય છે, ‘ભારતને પ્રમુખરૂપથી વિભાજન કરનાર.’