Not Set/ ચીનનાં વહીવટીતંત્ર પાસે ભારતીય ‘Fish’ નિકાસકારોનાં કરોડો રૂપિયા ફસાયા

ચીનનાં વહીવટીતંત્રની કનડગતના કારણે ગુજરાત સહિત ભારતીય ફીશ નિકાસકારોનો ઉદ્યોગ આર્થિક સંકડામણ અનુભવી રહ્યો છે. ચીનના વહીવટીતંત્ર પાસે ભારતીય નિકાસકારોનાં કરોડો રૂપિયા ફસાયા છે.

Gujarat Others
11 93 ચીનનાં વહીવટીતંત્ર પાસે ભારતીય 'Fish' નિકાસકારોનાં કરોડો રૂપિયા ફસાયા
  • ચીનતંત્ર દ્વારા ગુજરાતનાં ફીશ નિકાસકારને મુશ્કેલી
  • ચીનતંત્ર દ્વારા ફીશ નિકાસનાં રૂ.36 કરોડ મળ્યા નથી
  • ભારતીય ફીશ નિકાસકારો હવે કેન્દ્રને રજૂઆત કરશે
  • ગુજરાતથી કુલ ફીશનિકાસના 70 ટકા નિકાસ
  • ભારતીય દૂતાવાસને જાણ છતાં ચીની સત્તાધીશો ઉદાસીન
  • ઓગસ્ટમાં સીઝન શરૂ થતાં પહેલાં સમસ્યા નિવારવા માગ
  • સમસ્યા હલ નહીં થાય તો મત્સ્યોદ્યોગ સામે પ્રશ્નાર્થ
  • ગુજરાતના પાંચલાખ લોકોની રોજગારી છે નિર્ભર

ચીનનાં વહીવટીતંત્રની કનડગતના કારણે ગુજરાત સહિત ભારતીય ફીશ નિકાસકારોનો ઉદ્યોગ આર્થિક સંકડામણ અનુભવી રહ્યો છે. ચીનનાં વહીવટીતંત્ર પાસે ભારતીય નિકાસકારોનાં કરોડો રૂપિયા ફસાયા છે. પરિણામે આ વર્ષે ફીશ નિકાસનાં ઉદ્યોગ સામે પ્રશ્નાર્થ સર્જાયાં છે. ભારતીય ફીશ નિકાસકારો હવે કેન્દ્ર સમક્ષ રજૂઆત કરશે.

ગુજરાત / રાજ્યમાં વધુ એક ભૂકંપનો ઝટકો, કચ્છનાં દુધઈમાં અનુભવાયો 3.7 ની તીવ્રતતાનો આંચકો

ભારતીય મત્સ્યોદ્યોગમાં ગુજરાત મત્સ્યોદ્યોગનું યોગદાન 70 ટકા રહેલું છે. મહદઅંશે ભારતીય નિકાસકારો પૈકી ગુજરાતનાં 70 ટકા માછીમારો આ વ્યવસાય સાથે સંકળાયેલાં છે. દર વર્ષે ઓગસ્ટ મહિનામાં ભારતીય નિકાસકારો ચીનમાં માછીની મોટાપાયે નિકાસ કરે છે. ગત વર્ષે ચીનમાં નિકાસ કરાયેલાં માછી માલના રૂ. 36 કરોડની રકમ ચીન વહીવટીતંત્ર દ્વારા હજી સુધી ભારતીય નિકાસકારોને મળી નથી. આ અંગે ભારતીય ફીશ એક્સપોર્ટ એસો.ની બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરીને ચીન વહીવટીતંત્રની વિલંબનીતિ સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ચીન વહીવટીતંત્ર બાકી રહેલાં નાણાં 36 કરોડ ભારતીય નિકાસકારોને ચૂકવ તે માટે કેન્દ્રસરકાર મધ્યસ્થી બને તે માટે કેન્દ્રસરકાર અને નાણાં અને વિદેશ મંત્રાલય સહિતના વિભાગોને રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

મહિલા સુરક્ષા પર સવાલ! / મહિલાને માર મારતો આ વીડિયો તમારા હોશ ઉડાવી દેશે, જુઓ Video

દર વર્ષે ઓગસ્ટમાં મત્સ્યનિકાસનો વ્યવસાય મોટાપાયે થાય છે. ગતવર્ષે કોરોના કારણ અને ચીનની  આડોડાઇથી નિકાસકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મૂકાયા છે. દરમિયાન આ વર્ષે ઓગસ્ટ પહેલાં ચીન સાથેના પ્રશ્નો હલ કરવા ભારતીય ફીશ નિકાસકારોએ માગ કરી છે. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર ભારતીય ફીશ નિકાસકારોના હિતમાં મઘ્યસ્થી બની યોગ્ય ઉકેલ લાવશે તો મત્સ્યોદ્યોગ ટકી રહેશે નહીં તો મત્સ્યોદ્યોગ સામે પ્રશ્નાર્થ સર્જાશે.