ચોમાસુ શરૂ થાય અને બિહારમાં પૂરની સ્થિતિ ઉત્પન્ન ન થાય તેવુ બને ખરા? જી હા ફરી એકવાર ચોમાસાનો વરસાદ એવો પડ્યો કે બિહાર રાજ્ય આ વરસાદી સીઝનમાં તણાઇ રહ્યુ છે. બિહારમાં વરસાદ અને મોટી નદીઓનાં પાણીનાં સ્તરમાં વધારો થવાને કારણે રાજ્યનાં અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ બની છે. છલકાતી નદીઓથી ડરી ગયેલા લોકો પૂરનાં ડરથી ઉચા સ્થળોએ જઈ રહ્યા છે. બિહારનાં ઘણા જિલ્લાઓમાં આ દિવસોમાં પૂરનું જોખમ વધ્યું છે. વરસાદનાં પાણીને કારણે રાજ્યની નદીઓ પણ તોફાન કરી રહી છે. આવો જ એક વીડિયો મોતીહારીનો સામે આવ્યો છે, જેને જોઈને તમે સરળતાથી પૂરનાં તાંડવનો અંદાજ લગાવી શકશો. અહીં નદીનાં ધોવાણને કારણે એક ઘર નદીમાં સમાઈ ગયું હતુ. આ સમગ્ર મામલો સુગૌલી બ્લોકની ભવાનીપુર પંચાયતનો હોવાનુ કહેવામાં આવી રહ્યુ છે.
મહિલા સુરક્ષા પર સવાલ! / મહિલાને માર મારતો આ વીડિયો તમારા હોશ ઉડાવી દેશે, જુઓ Video
જળ સંસાધન વિભાગનાં એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે, કોસી નદીનું પાણીનું સ્તર સવારે 8 વાગ્યે વીરપુર બૈરાજ ખાતે 2.21 લાખ ક્યુસેક નોંધાયું હતું, જે બપોરે 2 વાગ્યે વધીને 1.97 લાખ ક્યુસેક થઈ ગયું છે. અહીં વાલ્મિકીનગર બૈરાજમાં ગંડકનાં જળસ્તરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સવારે 10 વાગ્યે અહીં ગંડકનાં જળ સ્રાવનું પ્રમાણ 2.21 લાખ ક્યુસેક નોંધાયું હતું, જ્યારે અહીંનાં જળનો સ્રાવ બપોરે 2 વાગ્યે વધીને 2.76 લાખ ક્યુસેક થઈ ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગંડક નદીમાં પાણીનું સ્તર વધવાની સંભાવના છે. જળ સંસાધન વિભાગનાં જણાવ્યા અનુસાર, બાગમતી નદી ડૂબાધાર, સોનાખાન, ઢેંગ, કટૌંઝા હાયાઘાટ અને બેનીબાદ ખાતે જોખમનું ચિહ્ન પાર કરી ગઈ છે જ્યારે ગંડક સમસ્તીપુરનાં રોસડા રેલ બ્રિજ નજીક જોખમનાં ચિહ્નને પાર કરી ગયુ છે. અહીં, જામનગર અને ઝાંઝરપુર રેલ્વે બ્રિજ પાસે કમલા બલાન લાલ નિશાનને પાર છે.
મહામારીનો ડર / દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 43 હજારથી વધુ કેસ, રિકવરી રેટ 97.09% પર પહોંચ્યો
લલબકૈયા નદીમાં વધારો થવાને કારણે ચંપારણ ક્ષેત્રની પરિસ્થિતિ નાજુક બની રહી છે. રાહતની વાત એ છે કે ગંગા, પુનપૂન અને સોન નદીઓ હજી પણ તેમની હદમાં છે. રાજ્યનાં પશ્ચિમ ચંપારણ અને ગોપાલગંજનાં ઘણા વિસ્તારોમાં પૂરનું પાણી પ્રવેશ્યું છે. ગામો પૂરનાં પાણીથી ભરાઈ ગયાં છે. લોકો ઉચા સ્થળોએ આશ્રય લઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઘણા ગામોની રોડ કનેક્ટીવીટી સંપૂર્ણ તૂટી ગઈ છે. શિવહરમાં પણ પૂરની પરિસ્થિતિ પ્રવર્તી છે, જ્યારે મુઝફ્ફરપુરનાં બે બ્લોકમાં પૂરનું પાણી પ્રવેશ્યું છે. ગંડકમાં પાણી વધ્યા બાદ ગોપાલગંજમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પૂરનાં પાણી આ જિલ્લાનાં 40 થી વધુ ગામોમાં પ્રવેશ્યા છે.