Dowry/ કતારગામમાં દહેજ માંગવા બદલ સાસરિયા સામે કેસ કરતી પરીણિતા

કતારગામની 30 વર્ષીય મહિલાએ તેના સાસરિયાંના પરિવારમાં તેના પતિ અને અન્ય ચાર સામે ઘરેલુ હિંસા, દહેજ ઉત્પીડન, છેડતી અને ફોજદારી ધમકીનો કેસ દાખલ કર્યો છે. કતારગામ પોલીસે શનિવારે મહિલાના પતિ (30), સાસુ (60), સસરા, દિયર(33), દિયરની પત્ની (27) અને પિતાના ભત્રીજા સામે ગુનો નોંધ્યો હતો.

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 2024 02 13T154330.128 કતારગામમાં દહેજ માંગવા બદલ સાસરિયા સામે કેસ કરતી પરીણિતા

સુરતઃ કતારગામની 30 વર્ષીય મહિલાએ તેના સાસરિયાંના પરિવારમાં તેના પતિ અને અન્ય ચાર સામે ઘરેલુ હિંસા, દહેજ (Dowry) ઉત્પીડન, છેડતી અને ફોજદારી ધમકીનો કેસ દાખલ કર્યો છે. કતારગામ પોલીસે શનિવારે મહિલાના પતિ (30), સાસુ (60), સસરા, દિયર(33), દિયરની પત્ની (27) અને પિતાના ભત્રીજા સામે ગુનો નોંધ્યો હતો. આ કેસમાં પોલીસે દિયરની ધરપકડ કરી હતી.

મહિલાના લગ્ન 25 નવેમ્બર, 2022ના રોજ કતારગામમાં થયા હતા. લગ્ન બાદ તે તેના પતિ અને સાસરિયાઓ સાથે રહેવા લાગી હતી. પરંતુ એક-બે મહિના બાદ આરોપીએ મહિલાને પરિવારના ગેસ, દૂધના અન્ય બિલ ભરવાનું કહેવાનું શરૂ કર્યું હતું. ટૂંક સમયમાં, પરિવારના તમામ સભ્યોએ પણ તેને જણાવ્યું હતું કે તેને પરિવારમાં આવ્યા પછી તેમના ઘરની સ્થિતિ બગડી ગઈ છે. બધા તેને તેના માતા-પિતા પાસેથી પૈસા લેવા માટે પણ કહેતા હતા. આના પગલે યુવતીએ પોબારા ગણ્યા હતા અને માતાપિતાના ઘરે રહેવા આવી ગઈ હતી અને પછી તેણે સાસરિયા સામે કેસ દાખલ કર્યો હતો.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ