Gujarat/ ભૂમાફિયા જયેશ પટેલ સામે વધુ એક ફરિયાદ, જામનગર ગ્રામ્ય DYSP બન્યા ફરિયાદી

લગભગ ત્રણ વર્ષ અગાઉ રાજ્યનાં જામનગરનાં અગ્રણી વકીલની હત્યાનાં આરોપી અને ભૂમાફિયા જયેશ પટેલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઇ છે.

Gujarat Others
asd ભૂમાફિયા જયેશ પટેલ સામે વધુ એક ફરિયાદ, જામનગર ગ્રામ્ય DYSP બન્યા ફરિયાદી
  • ભૂમાફિયા જયેશ પટેલ સામે વધુ એક ફરિયાદ
  • જયેશ પટેલ-ત્રણ ભાડુતી હત્યારા સામે ફરિયાદ
  • ફરિયાદી બન્યા જામનગર ગ્રામ્ય DYSP
  • DYSP કૃણાલ દેસાઇ બન્યા ફરિયાદી
  • બોગસ ડોક્યુમેન્ટથી પાસપોર્ટ બનાવ્યાનો આરોપ
  • જયેશ પટેલે વર્ષ 2018માં વકીલની કરાવી હતી હત્યા
  • તાજેતરમાં પકડાયા છે તમામ આરોપીઓ
  • જયેશ પટેલને ભારત લઈ આવવા તજવીજ
  • અન્ય ત્રણ આરોપીઓ છે રિમાન્ડ પર

લગભગ ત્રણ વર્ષ અગાઉ રાજ્યનાં જામનગરનાં અગ્રણી વકીલની હત્યાનાં આરોપી અને ભૂમાફિયા જયેશ પટેલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઇ છે. ભૂમાફિયા જયેશ પટેલ પર ફરિયાદ છે કે, તેણે બોગસ ડોક્યુમેન્ટથી પાસપોર્ટ બનાવ્યો હતો.

કોરોના કહેર / મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 31,693 નવા કેસ, પુણેમાં કેસ ઘટતા આંશિક રાહત

આ પહેલા આ 41 વર્ષીય વોન્ટેડ અપરાધી જયેશ પટેલ ઉર્ફ જયસુખ રાણપરિયાની 16 માર્ચ મંગળવારે સાઉથ લંડનમાંથી ધરપકડ થઇ હતી. જેના પર હવે જામનગર ગ્રામ્યનાં DYSP કૃણાલ દેસાઇએ ફરિયાદ નોંધાવી છે. જયેશ પટેલ પર બોગસ ડોક્યુમેન્ટનાં આધારે પાસપોર્ટ બનાવ્યો હોવાનો આરોપ છે. વળી આ મામલે હાલમાં જયેશ પટેલ ઉપરાંત ત્રણ આરોપીઓ પકડાયા છે. સાથે જ જયેશ પટેલને પણ જલ્દી જ ભારત લઇ આવવા તજવીજ હાથ ધરાઇ છે. જ્યારેે પકડાયેલા ત્રણ આરોપીઓને રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.

કોરોના સંક્રમિત / પાકિસ્તાનના PM ઇમરાન ખાન બાદ રાષ્ટ્રપતિ ડો.આરીફ અલ્વી થયા કોરોના સંક્રમિત, લોકોને આપી સાવચેતીની સલાહ

ઉલ્લેખનીય છે કે, જયેશ પટેલને 16 માર્ચનાં રોજ સાઉથ લંડનમાંથી ધરપકડ થઇ હતી. આ ધરપકડ ભારતનાં એક્સ્ટ્રાડિશન વોરન્ટનાં આધારે કરાઇ હતી. જે બાદ તેને 17 માર્ચે વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં રજૂ કરાયો હતો. તેણે ક્રિમિનલ ચાર્જીસનો સામનો કરવા ભારત પ્રત્યાર્પણ કરાય તેનો સ્પષ્ટ વિરોધ કર્યો હતો અને તેને આ મહિનાનાં અંતે વધુ સુનાવણી કરાય ત્યાં સુધી કસ્ટડીમાં સોંપાયો છે. આપને જાણીને નવાઇ લાગશે કે તેના પર 50 જેટલા કેસ નોંધાયેલા છે. જયેશ પટેલનાં ગુનાનું લિસ્ટચ ઘણુ લાંબુ છે. તેણે શરૂઆત બાઈક ચોરીથી કરી હતી. તેના વિરુદ્ધ બાઈક ચોરીનો પ્રથમ ગુનો નોંધાયો હતો. ત્યારબાદ તેનુ ગુનાઓ કરવામાંં આગળ પડતુ નામ થઇ ગયુ હતુ. તેણે અનેક વેપારીઓ સાથે પણ છેતરપિંડીઓ કરી હતી. આ ઓછુ હતુ કે તેણે બાદમાં જમીનો પર નજર કરી. જમીનો પડાવવા અને ખંડણી ઉઘરાવવા જેવા ઘણા ગુનાઓને તેણે અંજામ આપ્યો છે.તેના ગુનાઓનું લિસ્ટ ઘણું લાંબુ છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ