Not Set/ માસ્ક મુદ્દે મોકાણ/ વડોદરામાં પોલીસ અને યુવાનો આવી ગયા ઝપાઝપી પર

કોરોનાનાં કાળમાં ગુજરાત પોલીસ દ્વારા સરાહનીય કામ કરવામાં આવ્યું છે તે વાતમાં બે મત નથી, પરંતુ અમુક સમયે પોલીસ જ સાચી તેવું પણ સાચું જ ન હોય શકે તે વાતમાં પણ બે મત નથી. માસ્કની મોકાણ આમતો ગુજરાતમાં કોરોના કાળની શરુઆતથી જ જોવામાં આવે છે. જો કે, સામાન્યતામાં વાત કરવામાં આવે તો ગુજરાતમાં જે રીતે […]

Gujarat Vadodara
18461cc72fd1677f59488d56ebd21a53 માસ્ક મુદ્દે મોકાણ/ વડોદરામાં પોલીસ અને યુવાનો આવી ગયા ઝપાઝપી પર

કોરોનાનાં કાળમાં ગુજરાત પોલીસ દ્વારા સરાહનીય કામ કરવામાં આવ્યું છે તે વાતમાં બે મત નથી, પરંતુ અમુક સમયે પોલીસ જ સાચી તેવું પણ સાચું જ ન હોય શકે તે વાતમાં પણ બે મત નથી. માસ્કની મોકાણ આમતો ગુજરાતમાં કોરોના કાળની શરુઆતથી જ જોવામાં આવે છે. જો કે, સામાન્યતામાં વાત કરવામાં આવે તો ગુજરાતમાં જે રીતે કોરોનાનો કહેર વરસી રહ્યો છે, લોકો પોતે જ પોતાની સુરક્ષા મામલે સજાગ છે, જો કે અપવાદો પણ હોવાનાં જ છે અને આ મામલે અનેક લોકો અપવાદ રુપ હશે જ.

પરંતુ માસ્ક મુદ્દે મોકાણમાં આજે વડોદરા શહેરમાં જોવા જેવી થઇ અને વડોદરામાં માસ્ક મુદ્દે પોલીસ અને યુવાનો વચ્ચે ઘર્ષણ અને છડેચોક ઝપાઝપી સુધીનાં દ્રશ્યો જોવામાં આવ્યા. વાત જાણે એમ બની કે, સયાજીગંજનાં ડેરીડેન સર્કલ પાસે પોલીસ અને યુવાનો વચ્ચે ઘર્ષણ થયુ અને સંધર્ષનું કારણ હતું માસ્ક. માસ્ક પહેર્યું હોવાં છતાં પોલીસે દંડ કર્યો હોવાનો પોલીસ પર આરોપ લગાવી પોલીસની કાર્યવાહીનો યુવાનોએ વિરોધ કર્યો. મામલો આગળ વઘતા ABVPના કાર્યકરો સાથે બર્બરતા દાખવતી. બાદમાં યુવાનો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઇ. પોલીસે જાહેરમાં અપશબ્દો બોલી યુવાનોને ધમકાવ્યા.

સામે પોલીસ સ્ટેશનમાં પીઆઇ પોતે પણ માસ્ક વગર જોવા મળ્યા એ પણ ઠીક ચાલો, પરંતુ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલો પણ માસ્ક વિના જોવાં મળ્યા હતા. માસ્કની મોકાણ રસ્તા પરથી પોલીસ સ્ટેશને અને યુવકો પરથી ખુદ પોલીસ પર પસ્તાળ કાઢતી જોવામાં આવી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews