Not Set/ વાયુ ફટાઇ ઓમાન તરફ વળ્યું,ભારે તારજગીનું સંકટ ટળ્યું, ખતરો યથાવત

ગાંધીનગર, ગુજરાતના દરિયા કિનારે ત્રાટકી રહેલ વાવાઝોડા વાયુએ બુધવારે મધ્યરાતથી દિશા બદલી છે.વાયુ વાવાઝોડું વેરાવળ તરફથી ફટાઈને પોરબંદર અને ઓમાન તરફ વળ્યું છે.આના કારણે ભારે તારાજગીનું સંકટ તો ટળ્યું છે પણ ખતરો હજુ એટલો જ છે. ભારતના હવામાન ખાતાએ જણાવ્યું છે કે વાયુ વેરાવળથી નોર્થ વેસ્ટ તરફ 130 કિલોમીટર અને પોરબંદરથી 180 કિલોમીટર દૂર છે.વાયુ […]

Top Stories Gujarat Others
ક્ચ્છ વાયુ ઇફેક્ટ : વાહનવ્યવહાર સેવા ખોરવાઈ

ગાંધીનગર,

ગુજરાતના દરિયા કિનારે ત્રાટકી રહેલ વાવાઝોડા વાયુએ બુધવારે મધ્યરાતથી દિશા બદલી છે.વાયુ વાવાઝોડું વેરાવળ તરફથી ફટાઈને પોરબંદર અને ઓમાન તરફ વળ્યું છે.આના કારણે ભારે તારાજગીનું સંકટ તો ટળ્યું છે પણ ખતરો હજુ એટલો જ છે.

ભારતના હવામાન ખાતાએ જણાવ્યું છે કે વાયુ વેરાવળથી નોર્થ વેસ્ટ તરફ 130 કિલોમીટર અને પોરબંદરથી 180 કિલોમીટર દૂર છે.વાયુ સૌરાષ્ટ્રના દરિયા કિનારેથી દૂર જઇ રહ્યું છે અને પવન 135થી 145 કિલોમીટરની ઝડપે ફૂંકાશે.

અરબી સમુદ્રમાં ઉભી થયેલી સિસ્ટમના કારણે વાયુ ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તેની ઝડપ ઘટી શકે છે. ગુજરાતના દરિયાકાંઠેથી પસાર થયા બાદ વાયુનો મુકાબલો ઉત્તર-અરબી સમુદ્રમાં એન્ટી-સાઇક્લોન સાથે ટકરાશે. આથી કરાચી દરિયાકાંઠા નજીક આ સિસ્ટમ સ્થિર થઈ જાય તેવી શક્યતા રહેલી છે. એટલે એવી પૂરી શક્યતા રહેલી છે કે વાયુ જમીન પર નહીં આવે પરંતુ તે દરિયામાં જ નબળું પડી જશે.

આ દરમિયાન ગુરુવારે દરિયા કિનારાના ગામોમાં વરસાદ શરૂ થયો હતો.દરિયા કિનારે ભારે સૂસવાટા સાથે પવન અને વરસાદ શરૂ થયા હતા.ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગરમીનું પ્રમાણ ઘટ્યું હતું.આગામી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે ભારે વરસાદ પડશે અને આગામી 15 જૂન સૂધી વાવાઝોડાનો ખતરો રહેશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.