Crime/ વસ્ત્રાલમાં ઘાય ધાય , ડોક્ટરે કર્યું હવામાં બે રાઉન્ડ ગોળીબાર

@રવિ ભાવસાર, મંતવ્ય ન્યુઝ , અમદાવાદ મેટ્રોસિટી અમદાવાદ માં વધુ એક વખત ફાયરિંગની ઘટના બની. થોડા સમય પહેલા જ વટવામાં ફાયરિંગની ઘટના બની હતી જેની શાહી હજી સુખાઈ પણ નથી ને ત્યાં વસ્ત્રાલમાં ફાયરિંગની ઘટના બની જતાં પોલીસની ગાડીઓ સમગ્ર વિસ્તારમાં દોડતી થઈ ગઈ છે. વસ્ત્રાલમાં હેત્વી હોસ્પિટલની બહાર ડૉક્ટર દ્વારા બે  રાઉન્ડ ગોડીબાર કરવામાં […]

Ahmedabad Gujarat
IMG 20210310 WA0036 વસ્ત્રાલમાં ઘાય ધાય , ડોક્ટરે કર્યું હવામાં બે રાઉન્ડ ગોળીબાર

@રવિ ભાવસાર, મંતવ્ય ન્યુઝ , અમદાવાદ

મેટ્રોસિટી અમદાવાદ માં વધુ એક વખત ફાયરિંગની ઘટના બની. થોડા સમય પહેલા જ વટવામાં ફાયરિંગની ઘટના બની હતી જેની શાહી હજી સુખાઈ પણ નથી ને ત્યાં વસ્ત્રાલમાં ફાયરિંગની ઘટના બની જતાં પોલીસની ગાડીઓ સમગ્ર વિસ્તારમાં દોડતી થઈ ગઈ છે.

વસ્ત્રાલમાં હેત્વી હોસ્પિટલની બહાર ડૉક્ટર દ્વારા બે  રાઉન્ડ ગોડીબાર કરવામાં આવ્યું હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. ફાયરિંગના મેસેજ પોલીસ કંટ્રોલ રૂમને પ્રાપ્ત થતાં રામોલ પોલીસનો સ્ટાફ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. ઘટના સ્થળ ઉપરથી પોલીસે ગોળીના બુલેટને જપ્ત કરીને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે.

IMG 20210310 WA0035 વસ્ત્રાલમાં ઘાય ધાય , ડોક્ટરે કર્યું હવામાં બે રાઉન્ડ ગોળીબાર

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી શહેરમાં ફાયરીગની ઘટના એકાએક વધતી જય રહી છે. થોડા સમય પહેલા પૂર્વ વિસ્તારમાં ફાયરિંગની ઉપરછાપરી ત્રણ ઘટના સામને આવી હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચે ત્રણ ઈસમોની ધરપકડ કરતા તેમની સાથે થયેલી ઉચ્ચ અધિકારીઓની પુકપરછ દરમિયાન ખુલાસો બહાર આવ્યો હતો કે ત્રણેય ફાયરિંગની ઘટનામાં પકડાયેલા આરોપીઓના જ હાથ હતા. આમ, અમદાવાદ સલામતની જે વાતો કરવામાં આવે છે તે ખરેખર કેટલું સલામત છે તે અમદાવાદમાં વધી રહેલી ગુનાખોરી ઉપરથી તારણ મેળવી શકાય છે.