Not Set/ હવે યૂટ્યૂબથી પૈસા કમાવવા સરળ નહીં રહે, કંપનીએ બનાવ્યો નવો નિયમ

હવે યૂટ્યૂબથી પૈસા કમાવવાનું પણ સરળ નહીં રહે. કંપની જલદી જ નવી પૉલિસી લાગુ કરવાની યોજના બનાવી રહી છે. ગૂગલે ઇમેલ દ્ધારા યૂટ્યૂબર્સને જણાવ્યું છે કે હવેથી યૂટ્યુબ વીડિયોથી થનારી કમાણી પર યૂએસ ટેક્સ આપવો પડશે. જો કે,  નવો નિયમ અમેરિકાથી બહાર કન્ટેન્ટ ક્રિએટર્સ માટે લાગુ થશે. અમેરિકી યૂટ્યુબર્સ પર આની કોઇ અસર નહીં થાય. […]

Trending Business
YouTube હવે યૂટ્યૂબથી પૈસા કમાવવા સરળ નહીં રહે, કંપનીએ બનાવ્યો નવો નિયમ

હવે યૂટ્યૂબથી પૈસા કમાવવાનું પણ સરળ નહીં રહે. કંપની જલદી જ નવી પૉલિસી લાગુ કરવાની યોજના બનાવી રહી છે. ગૂગલે ઇમેલ દ્ધારા યૂટ્યૂબર્સને જણાવ્યું છે કે હવેથી યૂટ્યુબ વીડિયોથી થનારી કમાણી પર યૂએસ ટેક્સ આપવો પડશે. જો કે,  નવો નિયમ અમેરિકાથી બહાર કન્ટેન્ટ ક્રિએટર્સ માટે લાગુ થશે. અમેરિકી યૂટ્યુબર્સ પર આની કોઇ અસર નહીં થાય. આ ટેક્સની શરુઆત જૂન 2021થી થઇ શકે છે.

9ટૂગૂગલે પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે ગૂગલે પોતાના ઓફિશિયલ કોમ્યુનિકેશનમાં કહ્યું કે છેલ્લા કેટલાક સપ્તાહમાં અમે આપની પાસેથી એડસેન્સ (AdSense)માં ટેક્સ ભરવાને લઇને પણ જાણકારી માંગીશું, જેથી યોગ્ય એમાઉન્ટમાં કાપ કરી શકાય. જો તમારા ટેક્સની જાણકારી 31 મે 2021 સુધી નથી આવતી તો કંપની તમારી કુલ કમાણીમાંથી 24% સુધી રુપિયા કાપી લેશે.

ઉદાહરણથી સમજો

માની લો કે કોઇ ક્રિએટરે ગત મહિને યૂટ્યૂબથી $1,000 (અંદાજે 73 હજાર રુપિયા)ની કમાણી કરી અને આ $1,000ની કુલ કમાણીમાંથી ચેનલે $100 (અંદાજે 7300 રુપિયા) અમેરિકા વ્યૂઅર્સ પાસેથી જનરેટ કર્યા છે. તો આ 3 સંભાવના બની શકે છે…

  1. જો ક્રિએટર ટેક્સની જાણકારી નથી આપતો

દુનિયાભરની થયેલી કુલ કમાણીમાંથી 24% ટકા સુધી કાપ મુકવામાં આવશે. એટલે કે જાણકારી ન આપવા પર $1,000 (અંદાજે 73 હજાર રુપિયા) ની કુલ કમાણી પર $240 (અંદાજે 18 હજાર રુપિયા) ટેક્સ તરીકે કાપી લેવામાં આવશે.

  1. ક્રિએટર ટેક્સની જાણકારી આપે છે અને સંધિ લાભ (tax treaty)નો દાવો કરે છે

આ સ્થિતિમાં ફાઇનલ ડિડક્શન $15 (અંદાજે 1100 રુપિયા)નો હશે, કારણ કે ભારત અને અમેરિકા વચ્ચે સંધિ સંબંધ (tax treaty relationship) છે, જે અમેરિકી વ્યૂઅર્સથી થયેલી કમાણીમાં ટેક્સ રેટને 15% સુધી ઘટાડી દે છે.

  1. ક્રિએટર જો ટેક્સની જાણકારી આપે છે અને સંધિ લાભ માટે યોગ્ય નથી

આ સ્થિતિમાં ફાઇનલ ડિડક્શન $30 (અંદાજે 2200 રુપિયા)નું હશે. આવુ એટલા માટે કારણ કે ટેક્સ સંધિ (tax treaty) વગર ટેક્સ રેટ યૂ.એસ.માં દર્શકોથી પ્રાપ્ત કમાણીના 30% છે.