પાટણ,
પાટણના સિદ્ધપુર માર્કેટયાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી દેવામાં આવી છે સરકારના નીતિ નિયમો પ્રમાણે ગોડાઉનમા સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત છે છતાં મગફળી સ્ટોર કરવા માટેના ગોડાઉનની અંદર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા નથી.
સિદ્ધપુર માર્કેટયાર્ડમાં પ્રતિ મણે રૂપિયા 1000 ના ટેકાના ભાવે મગફળીની ખરીદી થઇ રહી છે અત્યાર સુધીમાં 700 ઉપરાંત મગફળીની ખરીદી કરાઇ હતી.
પરંતુ મગફળીનો સંગ્રહ કરવા માટેના ગોડાઉનમાં સીસીટીવી કેમેરા લગાવેલા ન હતા બહારની બાજુએ એપીએમસી દ્વારા દિવાલ ઉપર શોભાના ગાંઠિયા જેવા સીસીટીવી કેમેરા લગાવેલા હતા.
આ બાબતે ફરજ પરના અધિકારીએ જણાવ્યું કે ગોડાઉનમાં સીસીટીવી કેમેરા નથી તે અંગે જિલ્લા કક્ષાએ રીપોર્ટ કરાયેલ છે. જોકે વીડીયો રેકોર્ડીંગ ખરીદી તોલાઇ અને સીલાઇનું કરવામાં આવી રહયું છે.