ઉપલેટા/ તાલુકા પંચાયતનું રાજકારણ ગરમાયું, કોણ મારશે બાજી ભાજપ કે કોંગ્રેસ..?

ઉપલેટા તાલુકા પંચાયતનું રાજકારણ ગરમાયું, કોણ મારશે બાજી ભાજપ કે કોંગ્રેસ..?

Gujarat Others Trending
નિકોલ 1 તાલુકા પંચાયતનું રાજકારણ ગરમાયું, કોણ મારશે બાજી ભાજપ કે કોંગ્રેસ..?

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી સંપન્ન થઈ ચુકી છે. રાજ્યમાં ચારે બાજુ ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે કેટલીક પંચાયતમાં હજુ પણ સતત માટે અસમંજસ ની સ્થિતિ છે. તેમાં ઉપલેટા તાલુકા પંચાયત માં પણ સત્તાનું કોકડું ગૂંચવાયું છે. ભાજપ અને કોંગ્રેસ બંને પાસે સરખી બેઠકો આવતા બંને વચ્ચે ટાઈ થઈ છે.

બેઠકનું ગણિત

ઉપલેટા તાલુકા પંચાયતમાં કુલ 18 બેઠક છે. જેમાંથી ભાજપ 8, કોંગ્રેસ 8, અપક્ષ 2 સીટ મેળવી છે. જેમાંથી તલગણા સીટના અપક્ષ ઉમેદવાર કડવી વાવણોટિયા કોંગ્રેસમાં જોડાયા છે.  અને પરેશ ધાનાણી, લલિત વસોયાના હસ્તે ખેસ  ગાંધી નગર ખાતે ખેસ ધારણ કર્યો છે.

જયારે ખારચીયા સીટના અપક્ષ વિજેતા ઉમેદાવાર ભાજપમાં જોડાયા હતા. બે દિવસ પહેલા અપક્ષના વિજેતા ઉમેદવાર ભાજપમાં જોડાયા હતા. હવે ભાજપ અને કોંગ્રેસ બંને પાસે ૯ -૯ બેઠક ફાળે આવી છે.

બન્ને પક્ષો પાસે 9-9 ઉમેદવાર થતા રાજકારણ ગરમાયું છે. તાલુકા પંચાયત પ્રમુખ માટે 10 સીટ હોવી જરૂરી  છે. ત્યારે સત્તાનો તાજ કોના સિરે જશે તે એક ચર્ચાનો વિષય બન્યો છે. કોણ મારશે બાજી ભાજપ કે કોંગ્રેસ તે જોવું રહ્યું..? જયારે હાલમાં તો કોંગ્રેસ તેમના તમામ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઇ ગયા છે.