જામનગર/ ચાંદીબજારમાં રંગરેલીયા માનવતાના CCTV વાયરલ થયા બાદ યુવકે પીધું ઝેર

ગત 4 તારીખે વીડિયો વાયરલ થતા 5મી તારીખે યુવકે બદનામીના ડરથી પગલું ભર્યું હોવાનું તેમજ સ્થાનિક સોની વેપારી દ્વારા દબાણ કરતા હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો.

Gujarat Others
CCTV
  • જામનગરમાં યુવકનો આપઘાતનો પ્રયાસ
  • ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
  • CCTV વીડિયો થયો હતો વાયરલ
  • બદનામીના ડરથી પગલું ભર્યું હોવાની શંકા
  • સારવાર દરમિયાન યુવકનું મોત

જામનગરમાં યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. થોડા દિવસ પહેલા ચાંદી બજારમાં CCTV વીડિયો વાયરલ થયો હતો. ગત 4 તારીખે વીડિયો વાયરલ થતા 5મી તારીખે યુવકે બદનામીના ડરથી પગલું ભર્યું હોવાનું તેમજ સ્થાનિક સોની વેપારી દ્વારા દબાણ કરતા હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. વહેલી સવારે સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું.

આપને જણાવી દઈએ કે, જામનગર શહેરના મધ્યમાં આવેલા ચાંદીબજાર બુગદામાં રવિવાર હોવાને કારણે સમગ્ર વિસ્તાર સૂમસામ હતો. જામનગર શહેરના મધ્યમાં આવેલા રાજાશાહી વખતના ચાંદીબજાર બુગદાના નામે પ્રખ્યાત સોના-ચાંદીની વેપારીઓની દુકાનો રવિવારે બપોર બાદ મોટા ભાગે બંધ હોય છે. આ બંધનો લાભ લઇ રવિવારના સમી સાંજના સમયે એક મહિલા અને પુરૂષ બુગદામાં ધૂસી ગયા હતા અને તેમને કેમેરાનો ખ્યાલ ન હોય તેમ કેમેરા સામે જ આપતિજનક સ્થિતિમાં ક્રીડા કરવાની શરૂ કરી હતી. આ બધી ઘટના સીસી ટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જે બાદમાં ધીમે ધીમે વાયરલ થતા ચાંદીબજારના વેપારીઓમાં ભારે ચકચાર જાગી છે.

13-03-2022ના રોજ સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું. આ વીડિયો વાયરલ થતાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. જોકે, CCTVમાં પ્રણયલીલા કરતો દેખાનાર યુવકે બદનામીના ડરથી મોત વ્હાલુ કર્યુ છે. આ યુવક બાપુનગર વિસ્તારનો રહેવાસી હોવાનું ખૂલ્યુ છે. બદનામીના બીકે યુવકે ઝેર પીધુ હતું. જેમાં જી.જી.હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યુ છે.

ઘટનાને લઈને સમગ્ર શહેરમાં ભારે ચર્ચા જાગી હતી, સંસ્કારી નગરી જામનગરમાં રહેતા કેટલાક લોકો આ વાતને કલંકિત ગણાવી રહ્યા છે. બીજી બાજુ વેપારીવર્ગનું કહેવું છે કે ચાંદીબજારની સુરક્ષા પર પણ સવાલ ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો :વન સ્ટેશન-વન પ્રોડક્ટ યોજનાનો શુભારંભ, વોકલ ફોર લોકલનું શ્રેષ્ઠ ઉદાહરણ

આ પણ વાંચો : રખડતાં ઢોરના પ્રશ્નએ સરકારને શીંગડે ચડાવી

આ પણ વાંચો :સુરતમાં યુવકને યોગ્ય સારવાર ન મળતા મોત, પરિવારજનોએ લગાવ્યા હોસ્પિ. આરોપ

આ પણ વાંચો :જામનગરમાં રખડતા ઢોરની અડફેટે વૃદ્ધનું નિપજ્યું મોત