દંડ/ સુરત ગ્રામ્યમાં માસ્ક ન પહેરનાર પાસેથી 6 કરોડ દંડ વસૂલવામાં આવ્યો

સુરત ગામ્યમાં 6 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો

Gujarat
mask સુરત ગ્રામ્યમાં માસ્ક ન પહેરનાર પાસેથી 6 કરોડ દંડ વસૂલવામાં આવ્યો

કોરોનાની બીજી લહેર અતિ ઘાતક સાબિત થઇ રહી છે પરતું હાલ નવા કેસોમાં નોધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે .પરતું સરકારની ગાઇડલાઇ મુજબ તેના નિયમોને અનુસરવું અનિવાર્ય છે. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં માસ્ક ના પહેરનાર પાસેથી અધધ આવકનો દંડ વસૂલવામાં આવ્યો છે. માસ્ક ના પહેરનાર લોકો પાસેથી અત્યાર સુધી 6 કરોડથી વધારે દંડ લેવામાં આવ્યો છે.

સુરત ગ્રામ્યમાં અત્યાર સુધી પોલીસે માસ્ક વગર ફરતા લોકો પાસેથી 6 કરોડ 63 લાખ જેટલો દંડ લેવામાં આવ્યો છે.  માસ્ક વગર ફરતા લોકો પાસેથી પોલીસ 1000 રૂપિયા દંડ વસૂલી રહ્યા છે. છતાં હજી લોકો સુધરતા નથી અને માસ્ક ન પહેરવાને કારણે દંડ ભરી રહ્યા છે.કોરોનાના નવા કેસોમાં ઘટાડો નોધાયો છે પરતું કોરોના નાબૂદ થયો નથી તે છંતા પણ લોકો માસ્ક વગર બિન્દાસ્ત ફરી રહ્યા છે. સરકારની ગાઇડલાઇનને નેવે મુકીને માસ્ક વગર ફરી રહ્યા છે.સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં માસ્ક પહેરીયા વગર લોકો અવર જવર કરી રહ્યા છે.

સુરતની ગ્રામય પોલીસે આવા નિયમો તોડનાર નાગરિકો કે જે માસ્ક પહેરતા નથી તેમની પાસેથી અત્યાર સુધી 6.63 દંડ લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોનાથી બચવા માટે માસ્ક અનિવાર્ય છે તે છંતા પણ લોકો માસ્ક પહેરતાં નથી. જેના લીધે તેમને દંડ ફટકારવામાં આવે છે.