કોરોના રસી/ સાઉદી સરકારની જાહેરાત હજ માટે વેક્સિન અનિવાર્ય

હજ માટે રસી જરૂરી છે.

World
saudi સાઉદી સરકારની જાહેરાત હજ માટે વેક્સિન અનિવાર્ય

સાઉદી અરેબિયાએ કહ્યું છે કે કોરોના મહામારીના  લીધે આ વર્ષે 60 હજાર લોકોને હજ યાત્રા પર મંજૂરી આપવામાં આવશે અને તમામ દેશની અંદરથી હશે. આ સાથે, એ પણ સુનિશ્ચિત કરવામાં આવશે કે જેમણે રસી લીધી હોય તેમને જ મંજૂરી આપવામાં આવશે. સાઉદીએ શનિવારે આ જાહેરાત  કરી હતી.હજ અને ઉમરાહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે.

 ગયા વર્ષે સાઉદી અરેબિયામાં પહેલેથી જ રહેતા 1 હજાર લોકોને જ હજ જવા માટે મંજૂરી આપવામાં આવી હતી. આમાંના બે તૃતીયાંશ વિદેશી રહેવાસી હતા.  સાઉદી સુરક્ષા કર્મીઓ અને તબીબી કર્મચારીઓ હતા.જુલાઇના મધ્યમાં હજ શરૂ થશે.ઉલ્લેખનીય છે કે હજ કરનાર તમામ લોકોએ રસી લીધેલી હશે તેને જ મંજૂરી આપવામાં આવશે.કોરોના મહામારીની બીજી લહેર અતિ ઘાતક સાબિત થઇ હતી તેને ધ્યાનમાં લઇને સાઉદી સરકારે આ જાહેરાત કરી છે. કોરોના મહામારીને ધ્યાનમાં લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે.હજએ મુસ્લિમો માટે પવિત્ર યાત્રા ગણવામાં આવે છે. આ વખતે સરકારે ગાઇડલાઇન મુજબ જ અનુસરવું પડશે.રસી કરણ લેવી ફરજિયાત છે તેના આધારે જ  હજ માટે મંજૂરી આપવામાં આવશે.