રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધમાં યુક્રેન ઘણી જગ્યાએ નબળું જણાય છે. તમિલનાડુના કોયંબટૂરનો રહેવાસી સૈનિકેશ રવિચંદ્રન યુક્રેનની લડાઈમાં સાથ આપવા માટે સેનામાં જોડાયો છે. ખાસ વાત એ છે કે આ પહેલા તેણે ભારતીય સેનામાં જોડાવા માટે પરીક્ષા પણ આપી હતી, પરંતુ તે સિલેક્ટ થઈ શક્યો નહોતો. પરંતુ તે રશિયા સામે યુક્રેનને સમર્થન આપવા માટે સેનામાં જોડાયો છે.
સૈનિકેશ 2018માં યુક્રેન ગયો હતો. સાનિકેશે ખાર્કિવમાં નેશનલ એરોસ્પેસ યુનિવર્સિટીમાં એડમિશન લીધું. તેનો અભ્યાસક્રમ જુલાઈ 2022માં પૂરો થવાનો હતો, પરંતુ તે પહેલા જ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો. પરિવારે સૈનિકેશ સાથે સંપર્ક કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ તે મળી શક્યો નહોતો. આ પછી સનિકેશે પોતે યુક્રેનની સેનામાં જોડાવા અંગે માતા-પિતાને જાણ કરી હતી.
યુક્રેનની સેનાએ પણ કરી છે પુષ્ટિ
યુક્રેનની સેનાના નવા યુનિટમાં ઘણા દેશોના યુવાનો જોડાયા છે. યુક્રેનની સેનાના જણાવ્યા અનુસાર અમેરિકા, યુકે, સ્વીડન, લિથુઆનિયા, મેક્સિકો અને ભારતના યુવાનો આ યુનિટમાં જોડાયા છે. યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે અમને વિદેશી નાગરિકો તરફથી હજારો અરજીઓ મળી રહી છે. જે રશિયાનો સામનો કરવા અને વિશ્વનું રક્ષણ કરવા અમારી સાથે આવવા માંગે છે.
આ પણ વાંચો :યુક્રેન છોડીને ભારત પરત આવવા માટે આ વ્યક્તિએ કર્યો ઈન્કાર, કારણ જાણીને તમારી આંખો ..
આ પણ વાંચો : પેટ્રોલના ભાવ વધી શકે છે અધધધ…!, રશિયાએ કહ્યું કે, ક્રૂડ ઓઇલ $300ને પાર કરશે
આ પણ વાંચો :નોબલ પુરસ્કાર વિજેતા મલાલાએ મહિલાઓએ શું પહેરવું તે અંગે શું કહ્યું….
આ પણ વાંચો :યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું ‘હું કોઇનાથી ડરતો નથી,દેશમાં જ છું,યુદ્વ જીતવા માટે પ્રયાસ કરીશું’