ધમકી/ તાઈવાનમાં અમેરિકી અધિકારીઓના આગમન પર ચીને કરી નારાજગી વ્યક્ત, બન્ને દેશો વચ્ચે યુદ્ધના અણસાર

તાઈવાનમાં અમેરિકી અધિકારીઓના આગમન પર ચીને નારાજગી વ્યક્ત કરી છે. આ અંગે ચીને અમેરિકાને કડક ચેતવણી પણ આપી છે. ચીને કહ્યું છે કે જો અમેરિકા તાઈવાનની આઝાદી માટે તાઈવાનનું સમર્થન કરશે તો તેને મોટી કિંમત ચૂકવવી પડી શકે છે

Top Stories World
3 1 તાઈવાનમાં અમેરિકી અધિકારીઓના આગમન પર ચીને કરી નારાજગી વ્યક્ત, બન્ને દેશો વચ્ચે યુદ્ધના અણસાર

તાઈવાનમાં અમેરિકી અધિકારીઓના આગમન પર ચીને નારાજગી વ્યક્ત કરી છે. આ અંગે ચીને અમેરિકાને કડક ચેતવણી પણ આપી છે. ચીને કહ્યું છે કે જો અમેરિકા તાઈવાનની આઝાદી માટે તાઈવાનનું સમર્થન કરશે તો તેને મોટી કિંમત ચૂકવવી પડી શકે છે. નોંધનીય છે કે તાજેતરમાં જ જો બિડેન દ્વારા મોકલવામાં આવેલ ભૂતપૂર્વ યુએસ સંરક્ષણ અધિકારીઓનું એક પ્રતિનિધિમંડળ તાઈવાન ગયું હતું. જયારે રશિયા અને યુક્રેન યુદ્ધ જેવા આ મુદ્દા પર અમેરિકા અને ચીન વચ્ચે યુદ્ધની આશંકા છે.

તાઈવાનના મીડિયાને ટાંકીને મળતી માહિતી અનુસાર, સંયુક્ત ચીફ ઓફ સ્ટાફના ભૂતપૂર્વ યુએસ અધ્યક્ષ માઈક એડમિરલ મુલેનની આગેવાની હેઠળના પાંચ સભ્યોના પ્રતિનિધિમંડળનું તાઈવાનના વિદેશ મંત્રી જોસેફ વુએ સ્વાગત કર્યું હતું.

ચીને છેલ્લા કેટલાક મહિનામાં તેની સૈન્ય તૈયારીઓ તેજ કરી છે. તેણે તાઈવાનના હવાઈ સંરક્ષણ ક્ષેત્રમાં તેના સેંકડો જેટ મોકલ્યા છે. તાઈવાન અને અમેરિકી અધિકારીઓનું કહેવું છે કે યુક્રેન પર રશિયાના હુમલા બાદ ચીન દ્વારા તાઈવાન પર બળજબરીથી કબજો કરવાની ધમકીએ વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે.

આ પહેલા અમેરિકામાં ચીનના રાજદૂતે ચેતવણી આપી હતી કે જો વોશિંગ્ટન તાઈવાનની સ્વતંત્રતાની આકાંક્ષાને સમર્થન આપવાનું ચાલુ રાખશે તો બંને દેશો વચ્ચે યુદ્ધની શક્યતાને નકારી શકાય તેમ નથી. અમેરિકાએ ચીનને ચેતવણી આપી હતી કે તાઈવાનમાં તેની દખલગીરી વધારવા માટે આ તકનો લાભ ન ​​ઉઠાવે. અમેરિકા પહેલેથી જ ચીનને ઘેરી ચુક્યું છે. અમેરિકાએ બે પરમાણુ સશસ્ત્ર યુદ્ધ જહાજો તૈનાત કર્યા હતા, એક ફિલિપાઈન્સના સમુદ્રમાં અને બીજું જાપાનના યોકોસુકામાં. આ દ્વારા તેણે ચીનને કડક સંદેશ આપ્યો છે કે તે તાઈવાનથી દૂર રહે.

ઉલ્લેખનીય છે કે ચીન તાઈવાનને પોતાનો પ્રાંત માને છે. જ્યારે તાઈવાન છેલ્લા કેટલાક દાયકાઓથી સ્વતંત્ર  લોકશાહી રાષ્ટ્ર છે અને લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર કામ કરે છે. અમેરિકામાં ચીનના રાજદૂતે કહ્યું હતું કે જો અમેરિકા તાઈવાનના અધિકારીઓને ઉશ્કેરવાનું ચાલુ રાખશે અને ગલીઓમાં આઝાદી માટે વિરોધ પ્રદર્શન થશે તો બંને દેશો વચ્ચે યુદ્ધ થઈ શકે છે.