Not Set/ UAE થી બોલ્યા PM મોદી, આતંકવાદનું કારણ હતી કલમ 370

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત અરબ અમીરાત (યુએઈ) માં એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ભારત 4 દાયકાથી સરહદ આતંકવાદનો સામનો કરી રહ્યું છે. ભારત અને યુએઈનો સમાન હિત છે કે જે તાકત માનવતાની વિરુદ્ધમાં કામ કરી રહી છે અને આતંકવાદને શરણ આપી રહી છે તેણે પોતાની નીતિ છોડવી પડશે. પીએમ મોદીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે અમે આતંકવાદની […]

Top Stories World
aaaaaammp UAE થી બોલ્યા PM મોદી, આતંકવાદનું કારણ હતી કલમ 370

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત અરબ અમીરાત (યુએઈ) માં એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ભારત 4 દાયકાથી સરહદ આતંકવાદનો સામનો કરી રહ્યું છે. ભારત અને યુએઈનો સમાન હિત છે કે જે તાકત માનવતાની વિરુદ્ધમાં કામ કરી રહી છે અને આતંકવાદને શરણ આપી રહી છે તેણે પોતાની નીતિ છોડવી પડશે.

પીએમ મોદીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે અમે આતંકવાદની વિરુદ્ધમાં જે પગલાં લીધા તેણે યૂએઈએ સમજ્યા છે. સુરક્ષાને લઈને અમારો સહયોગ મળશે.

પીએમ મોદીએ કહ્યું કે જ્યાં સુધી આર્ટિકલ 370 નો સવાલ છે, ત્યાં સુધી કે આપણા આંતરિક પગલા સંપૂર્ણ લોકશાહી અને પારદર્શક છે. તેઓને જમ્મુ-કાશ્મીરની એકલતાને દૂર કરવા માટે લાવવામાં આવ્યા છે, જેના કારણે તે વિકાસ કરી શક્યો નથી અને કેટલાક લોકોના હિતો તેનો લાભ મળ્યો.

એકલતાના કારણે યુવાનોએ આતંકવાદ અને હિંસાનો રસ્તો અપનાવી લીધો છે. પીએમ મોદીએ કહ્યું કે આ પ્રકારની પ્રવૃત્તિઓને આપણા સમાજમાં કોઈ જગ્યા આપી શકાય તેમ નથી. આપણે આખા દેશના વિકાસ અને પ્રાથમિક કાર્યોથી તેને દૂર રાખી શકીએ નહીં.

ઈન્ટરવ્યૂમાં પીએમને પૂછવામાં આવ્યું કે અમેરિકામાં આવનારા વર્ષોમાં આર્થિક મંદીની આશંકા છે જેની ઘણી મોટી અને વિપરિત અસર પડી શકે છે. શું તમે માનો છો કે ભારત અને યૂએઈની આર્થિક ભાગીદારી તેમને આ સંકટમાંથી ઉગારી શકશે?

જવાબમાં પીએમ મોદીએ જણાવ્યું કે ભારતીય અર્થવ્યવસ્થાનો પાયો મજબૂત છે. આવનારા 5 વર્ષમાં અમે 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમી બનાવવાનું લશ્ર્ય રાખ્યું છે. યૂએઈ પોતાની અર્થવ્યવસ્થામાં વિવિધતા લાવી રહ્યું છે. પોતાની તાકાતથી પારંપરિક ક્ષેત્રની બહાર પણ કામ કરી રહ્યું છે. અમારી પાસે સમૃદ્ધિ મેળવવાની શક્તિ છે, રોડમેપ છે અને સાથે આકાર, ગતિ અને સંસાધન પણ છે.

અમારી અર્થવ્યવસ્થા વધતા તાલમેલ અને સંયુક્ત અરબ અમીરાતમાં લાખો ભારતીયોની હાજરીનો ઉપયોગ કરીને એકમેકના પૂરક થઈ શકીએ છીએ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.