Not Set/ પૂણે-સતારા હાઇવે પર અકસ્માત,17ના મોત

પૂણે, મહારાષ્ટ્રના પૂણે-સતારા હાઈવે પર એક ગમખ્વાર રોડ અકસ્માત સર્જાયો છે. જેમાં મિની ટ્રક બેરીકેડ સાથે ટકરાતા ૧૭ લોકોના મોત થયા છે જ્યારે આ દુર્ઘટનામાં ૧૫થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ટ્રકના એક આખી સાઈડનો કચ્ચરઘાણ વળી ગયો છે. મૃતકો કર્ણાટકના […]

Top Stories
puna accident પૂણે-સતારા હાઇવે પર અકસ્માત,17ના મોત

પૂણે,

મહારાષ્ટ્રના પૂણે-સતારા હાઈવે પર એક ગમખ્વાર રોડ અકસ્માત સર્જાયો છે. જેમાં મિની ટ્રક બેરીકેડ સાથે ટકરાતા ૧૭ લોકોના મોત થયા છે જ્યારે આ દુર્ઘટનામાં ૧૫થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ટ્રકના એક આખી સાઈડનો કચ્ચરઘાણ વળી ગયો છે.

મૃતકો કર્ણાટકના મજુર પરિવારના લોકો વધુ છે.

મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે ૬ વાગ્યે એક મિની ટ્રકમાં સવાર મજુરો મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ તરફ જઈ રહ્યા હતા. આ મજુરો કર્ણાટકથી આવેલ હતા. ખંડાલા પાસે પૂણે-સતારા હાઈવે પર મિની ટ્રકને રીવર્સ કરતા સમયે બેરીકેટ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ૧૭ લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે ૧૫ જેટલા લોકોને ખંડાલા સીવીલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

ઘાયલો પૈકી અનેકની હાલત ગંભીર હોવાનુ જાણવા મળ્યુ છે. જેના કારણે મૃતાંક વધવાની દહેશત વ્યક્ત કરાઈ રહી છે. પોલીસ અને બચાવ દળની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જેમણે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે આ સમગ્ર અકસ્માત અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શોક વ્યક્ત કરી પીડિતોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

બીજી બાજુ મૃતક તમામ કર્ણાટકના રહેવાસી હોવાથી કર્ણાટકમાં પણ તેમના નિવાસ સ્થાને લોકોમાં શોકની લાગણી પ્રવર્તી જવા પામી છે.