સુરેન્દ્રનગર જિલ્લામાં અપમૃત્યુના બનાવો સતત વધતા જઈ રહ્યા છે. એમાંય ખાસ કરી જિલ્લામાં આત્મહત્યાના બનાવો વધતા જતા હોવાના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં વધુ એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યા કરી અને પોતાનું જીવન ટુંકાવ્યું છે. જેથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.
ત્યારે સુરેન્દ્રનગર હેડકોટર વિસ્તારમાં રહેતા મહિલા કોન્સ્ટેબલે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. જેને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસ બેડામાં પણ શોકની લાગણી વ્યાપી જવા પામી છે. આ બનાવની પ્રાથમિક વિગતો મેળવતા સામે આવ્યું છે કે, પોતાના પતિ સાથે સામાન્ય બાબતે બોલાચાલી બાદ પતિએ વાસણ ધોવાનું કહેતા ત્યાર બાદ પતિ પોતાની ફરજ ઉપર જતા રહ્યા બાદ આ મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યા કરી લીધી છે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
સુરેન્દ્રનગર હેડક્વાટર વિસ્તારમાં રહેતા અને સુરેન્દ્રનગરમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ વર્ષાબેન વાનાણીએ આત્મહત્યા કરી લીધી છે. જેને લઇને સમગ્ર જિલ્લામાં પોલીસ બેડામાં ચકચાર વ્યાપી જવા પામી છે. ત્યારે પોતાના 28 માસના બાળકને ઘરમાં સુવડાવી ત્યાર બાદ પંખે લટકી અને ગળે ફાંસો ખાઈ લીધો છે. જેને લઈને હાલમાં પોલીસ બેડા તથા હેડક્વાટર વિસ્તારમાં પણ આ એક ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે પોતાની ફરજ પૂર્ણ કરી અને ઘરે આવ્યા તે સમયે પતિએ વાસણ ઉટકવાનું કહેતા મહિલા પોલીસ કોન્સ્ટેબલને લાગી આવ્યું હતું.
સામાન્ય બાબતે તકરાર પણ થઈ હતી. ત્યાર બાદ તેમના પતિ કે જે પોતે જેલ સિપાઈમાં ફરજ બજાવે છે. તે પોતે નોકરી ઉપર જતા રહ્યા હતા.ત્યારે પતિ નોકરી ઉપર જતા રહ્યા બાદ મહિલા કોસ્ટેબલ દ્વારા પોતાના હેડક્વાટર વિસ્તારમાં આવેલા ક્વાટરમાં જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. ત્યારે હાલમાં ઘટનાસ્થળે સીટી પોલીસ દોડી ગઈ છે. સુરેન્દ્રનગર સિટી પોલીસ મથકના પી.આઈ. વાઘેલા અને તેમનો સ્ટાફ ઘટના સ્થળે દોડી અને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને મહિલાની ડેડ બોડીને પી.એમ.માટે સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. ત્યારે પોલીસ ફરિયાદ પણ આ મામલે દાખલ કરવામાં આવી છે.
વર્દી સાથે જ મહિલા કોન્સ્ટેબલની આત્મહત્યા
વર્ષાબેન પોતે પોલીસમાં છેલ્લા ચાર વર્ષથી વધુ સમયથી પોલીસમાં ફરજ બજાવે છે. ત્યારે આજે તેમને અણધાર્યું પગલું ભરી લીધું છે. જેને લઇને સમગ્ર પોલીસ પરિવારમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે. ત્યારે તેમને પોતાની પોલીસની વર્દી સાથે જ પંખે લટકીને આત્મહત્યા કરી લીધી છે. જેને લઇને સમગ્ર પોલીસબેડામાં પણ શોક વ્યાપી જવા પામ્યો છે. અને તેમની સાથે જ એણે નોકરી કરી છે. તેમની આંખોમાં પણ આંસુ જોવા મળી રહ્યા છે. ત્યારે વર્ષાબેન પોતે પોતાના અઢી વર્ષના બાળકને છોડી અને આ પગલું ભર્યું છે. જેને લઇને પરિવાર જનોમાં પણ શોકની લાગણી વ્યાપી જવા પામી છે.
28 માસના બાળકને ઘરમાં સુવડાવી પંખે લટકી ગયા
મહિલા કર્મચારી વર્ષાબેન સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના ગ્રામ્ય વિસ્તારના જ વતની છે. અને તેમને લગ્ન પણ વઢવાણના ગ્રામ્ય વિસ્તારમાં જ કર્યા છે. અને તેમના પતિ પણ પોલીસમાં ફરજ બજાવે છે. ત્યારે તેમને 28 માસનું બાળક માં પુત્ર છે ત્યારે ફરજ પૂર્ણ કરી અને પરત ફર્યા તે સમયે પતિ દ્વારા વાસણ ધોવાનું કહેતા થાકીને આવેલી આ મહિલા કોન્સ્ટેબલ આ મન ઉપર લાગી આવ્યું હતુ. અને ઘરમાં જ ગળેફાંસો ખાઇ અને પોતાનું જીવન ટુંકાવ્યું છે. ત્યારે જે પોતાના 28 માસનો પુત્ર હતો તેમને પહેલાં ઘરના રૂમમાં સુવડાવી દીધો. ત્યાર બાદ મહિલા કોન્સ્ટેબલે અણધાર્યું પગલું ભર્યું છે. તેને લઈને સમગ્ર પંથકમાં આ એક શોકની લાગણી વ્યાપી જવા પામી છે જેનો કરુણ કિસ્સો સામે આવ્યો છે.
નોકરીમાં કાયમી થવાને ફક્ત એક માસ બાકી હતો
સુરેન્દ્રનગર નેત્રમ પ્રોજેક્ટમાં ફરજ બજાવતા મહિલા કર્મચારી વર્ષાબેને પોતાના ઘરે જ આત્મહત્યા કરી અને જીવન ટૂંકાવ્યું છે. ત્યારે છેલ્લા 4 વર્ષ અને 11 માસ તેમને પોલીસમાં ફરજ બજાવી છે. અને તે પણ તે પોતે સુરેન્દ્રનગર ખાતે ફરજ બજાવતા હતા. ત્યારે હવે કાયમી થવાને એક માસ ફક્ત બાકી હતું. ત્યારે સામાન્ય બાબતે પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા સમગ્ર પોલીસ બેડામાં પણ ચકચાર મચી જવા પામી છે. કારણ કે ફિક્સ પગારમાં લાગેલા પોલીસને કાયમી થવાનો ઉત્સાહ સાતમા આસમાને હોય છે. ત્યારે હવે મહિલા કર્મચારીને ફક્ત એક મહિનો કાયમી થવાને બાકી હતો. તે સમયે જ સામાન્ય વાસણ ધોવા બાબતે પતિ સાથે બોલાચાલી બાદ આત્મહત્યા કરી લીધી છે.