અવસાન/ પૂર્વ પરમાણુ વૈજ્ઞાનિક એકે ભાદુરીનું નિધન, ચેન્નાઈમાં લીધા અંતિમ શ્વાસ

વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિક અને ઈન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ (IGCAR) ના ભૂતપૂર્વ ડિરેક્ટર અરુણ કુમાર ભાદુરીનું બુધવારે ચેન્નઈ નજીક કલ્પક્કમ ખાતે નિધન થયું હતું. તેઓ 63 વર્ષના હતા

Top Stories India
15 12 પૂર્વ પરમાણુ વૈજ્ઞાનિક એકે ભાદુરીનું નિધન, ચેન્નાઈમાં લીધા અંતિમ શ્વાસ

વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિક અને ઈન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ (IGCAR) ના ભૂતપૂર્વ ડિરેક્ટર અરુણ કુમાર ભાદુરીનું બુધવારે ચેન્નઈ નજીક કલ્પક્કમ ખાતે નિધન થયું હતું. તેઓ 63 વર્ષના હતા. IGCARના એક સૂત્રએ જણાવ્યું કે, “ડૉ. ભાદુરીનું હાર્ટ એટેકને કારણે નિધન થયું છે.”

ભાદુરીએ ‘ફાસ્ટ બ્રીડર રિએક્ટર્સ’ પર સંશોધન કર્યું હતું અને જુલાઈ 2016 થી ઓગસ્ટ 2021 સુધી IGCAR ના ડિરેક્ટર હતા. નિવૃત્તિ બાદ તેમને રાજા રામન્ના ફેલોશિપ આપવામાં આવી હતી. ભાદુરીનો જન્મ 28 ઓગસ્ટ 1959ના રોજ થયો હતો અને 1983માં મેટલર્જિકલ એન્જિનિયરિંગમાં બીટેક અને 1992માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, ખડગપુરમાંથી પીએચડી પૂર્ણ કર્યું હતું