Not Set/ એહમદ પટેલ સીએમ રૂપાણી વિરુદ્ધ કરશે બદનક્ષીનો દાવો

ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ એહમદ પટેલને નિશાન બનાવી કરેલા વ્યક્તિગત હુમલાનો કોંગ્રેસે જોરદાર જવાબ આપશે. એહમદ પટેલ સીએમ રૂપાણી વિરુદ્ધ બદનક્ષીનો દાવો કરવા વિચારી રહ્યાં છે. આ માટે તેમણે વકીલની સલાહ લીધી હોવાનું સુત્ર પાસેથી જાણવા મળ્યું છે. ઉલ્લેખનિય છે કે ભરૂચમાં આવેલી સરદાર પટેલ હોસ્પિટલ એન્ટ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટમાંથી પકડાયેલા આઈએસઆઈએસના બે આતંકીઓના મામલાને લઈને […]

India
59833769 એહમદ પટેલ સીએમ રૂપાણી વિરુદ્ધ કરશે બદનક્ષીનો દાવો

ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ એહમદ પટેલને નિશાન બનાવી કરેલા વ્યક્તિગત હુમલાનો કોંગ્રેસે જોરદાર જવાબ આપશે. એહમદ પટેલ સીએમ રૂપાણી વિરુદ્ધ બદનક્ષીનો દાવો કરવા વિચારી રહ્યાં છે. આ માટે તેમણે વકીલની સલાહ લીધી હોવાનું સુત્ર પાસેથી જાણવા મળ્યું છે.

ઉલ્લેખનિય છે કે ભરૂચમાં આવેલી સરદાર પટેલ હોસ્પિટલ એન્ટ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટમાંથી પકડાયેલા આઈએસઆઈએસના બે આતંકીઓના મામલાને લઈને સંસ્થા સાથેના ઘનિષ્ઠ સંબંધો હોવાના લીધે સીએમ રૂપાણીએ એહમદ પટેલને નિશાન બનાવ્યા હતા અને તેમના પર વ્યક્તિગત આરોપો પણ કર્યાં હતા. એટલું જ નહિ તેમને આતંકીઓ સાથે સંબંધ હોવા અંગે પણ આરોપો મૂકવામાં આવ્યા હતા. તેમનું રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું માંગવામાં આવ્યું હતું.

એહમદ પટેલ ઉપરાંત કોંગ્રેસ હાઈકમાન્ડ પાસેથી આ મામલે જવાબ માંગવામાં આવ્યો હતો. ભરૂચની હોસ્પિટલમાંથી પકડાયેલો મહમ્મદ કાસિમ ટિમ્બરવાલા હોસ્પિટલમાં લેબ ટેકનિશિયન તરીકે કામ કરતો હતો. તેણે ૪ ઓક્ટોબરે સંસ્થામાંથી રાજીનામુ આપ્યું હતું. તેની ધરપકડ થયાના બે દિવસ પહેલાં જ તેને હોસ્પિટલમાંથી છૂટા કરી દેવામાં આવ્યા હતા. જો કે એહમદ પટેલ ભરૂચ સાથે વિશિષ્ટ નાતો ધરાવતા હોવાથી તે ભરૂચના વિકાસ માટે હમેંશા તત્પર રહે છે. ભરૂચની હોસ્પિટલ માટે કામ કરતાં રહે છે. પહેલાં એ હોસ્પિટલમાં ટ્રસ્ટી હતા પણ તેમણે વર્ષ 2016માં ટ્રસ્ટી તરીકેથી રાજીનામું આપી દીધું હતું.