- ફેસબુક ઉપર ફેક એકાઉન્ટ બનાવી મહિલા ની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરેલ હોવાનો પણ ઘટસ્ફોટ
- ફેસબુક ઉપર ડમી એકાઉન્ટ બનાવી મહીલાના બિભત્સ ફોટાઓ અપલોડ કરનાર આરોપીને ગણતરીના દિવસોમાં ધરપકડ કરતી છોટાઉદેપુર જીલ્લા એલ.સી.બી. તથા એસ.ઓ.જી.
- મહિલા ની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરેલ હોવાનો પણ ઘટસ્ફોટ થતા ચકચાર
આજકાલ દીવસે ને દિવસે કેટલાક અસામાજીક તત્વો દ્વારા સોશીયલ મીડીયાનો દુર ઉપયોગ કરી ઘણી યુવતીઓના ફેસબુક તેમજ વોટસઅપ એકાઉન્ટ હેક કરી મહિલાઓને સોશીયલ મીડીયામાં બદનામ કરવાની ઘટનાઓ અવાર-નવાર પ્રકાશીત થઇ રહી છે. તેવી જ એક ઘટના છોટાઉદેપુર જીલ્લાના નસવાડી પો.સ્ટે. વિસ્તારમાં રહેતી એક પરણિત મહિલા સાથે બનેલ છે. મહિલાને બદનામ કરવાના ઇરાદે એક અજાણ્યા ઇસમ દ્વારા પરણિત મહિલાના નામનું જ ખોટુ ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી તેના ફોટાઓનો ઉપયોગ કરી ખરાબ પોસ્ટ મુકી અશ્લીલ ફોટાઓ વાયરલ કરી પરણિત મહિલાને બદનામ કરવાના ઇરાદાથી બિભત્સ હરકતો કરી હેરાન કરવાની ફરીયાદ પરણિત મહિલાએ તા.૦૪/૦૬/૨૦૨૧ ના રોજ નસવાડી પોલીસ સ્ટેશનમાં નોધાવી છે. ગુનાની તપાસ છોટાઉદેપુર જીલ્લા સાયબર ક્રાઇમ/ એલ.સી.બીને સોંપવામાં આવી હતી
ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ છોટાઉદેપુર જીલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા દ્વારા ત્પ્સના આદેશ આપવામાં આવ્યા હતા. સાયબર એકટ મુજબના ગુનાનો આરોપી સંજીવકુમાર બિન્દેશ્વર ઠાકુર રહે. પાલનપુર ડીસા રોડ, જી.બનાસકાંઠા ખાતેથી સદર ગુનાને અંજામ આપતો હોવાની હકીકત તપાસ માં સામે આવી હતી. જેના આધારે પોલીસના માણસો બનાસકાંઠા ખાતે પહોંચી જઇ પાલનપુર તાલુકા પો.સ્ટેના માણસોને સાથે રાખી સદર આરોપીની તપાસ કરતા આરોપીને ચડોતર ગામેથી પકડી પાડી સદર ગુના અંગે પૂછ-પરછ કરતા પોતે ગુનાની કબુલાત કરી હતી.