ગમખ્વાર અકસ્માત/ ખેરાલુ નજીક ટ્રેલર નીચે પાંચ વ્યક્તિ દબાયા, 3 ના મોત

ભારેખમ ટ્રેલર સિદ્ધપુર તરફ જઈ રહ્યું હતું ત્યારે અચાનક ઊંધું વળી ગયું હતું. બાજુમાંથી પસાર થઈ રહેલા મોટર સાઈકલ સવાર, અચાનક ઉંધા પડેલા ટ્રેલર નીચે દબાઈ ગયા હતા

Top Stories Gujarat Others
m2 4 ખેરાલુ નજીક ટ્રેલર નીચે પાંચ વ્યક્તિ દબાયા, 3 ના મોત

મહેસાણા જિલ્લાના ખેરાલુ પાસે ગમખ્વાર અકસ્માતના ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. કપચી ભરેલા ટ્રેલર અચાનક રોડ પર ઊંધું વળી જતાં નજીક થી પસાર થઈ રહેલા વટેમાર્ગુ  ટ્રેલર નીચે દબાઈ ગયા હતા. જેમથી ત્રણ ના મોત થયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મહેસાણા જિલ્લાના ખેરાલુ -સિદ્ધપુર રોડ પરથી પસાર થઇ રહેલું એક ટ્રેલર અચાનક ઊંધું પડી ગયું હતું.  આ ટ્રેલરમાં  કપચી ભરેલી હતી. અને કહેવાય છે કે, ટ્રેલર ‘ઓવર લોડેડ’ હતું. ભારેખમ ટ્રેલર સિદ્ધપુર તરફ જઈ રહ્યું હતું ત્યારે અચાનક ઊંધું વળી ગયું હતું. બાજુમાંથી પસાર થઈ રહેલા મોટર સાઈકલ સવાર, અચાનક ઉંધા પડેલા ટ્રેલર નીચે દબાઈ ગયા હતા. આ અકસ્માતમાં કુલ પાંચ લોકો ટ્રેલર નીચે દબાયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. જેમાંથી ત્રણ લોકોના મૃત્યુ થયા છે. ઘાયલ વ્યક્તિઓને 108 મારફતે વડનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

kheralu ખેરાલુ નજીક ટ્રેલર નીચે પાંચ વ્યક્તિ દબાયા, 3 ના મોત

ટ્રેલર માં ઓવરલોડ કપચી ભરી સિધ્ધપુર ચોકડીથી જતું હતું. આ અકસ્માતની ઘટનાને કારણે રોડ પર લાંબા ટ્રાફિક જમણા દ્રશ્યો જોવા મળ્યા હતા. તો લોકોના ટોળેટોળાં એકઠા થયા હતા. ખેરાલુ પોલીસ ઘટના સ્થળએ પહોંચી ટ્રાફિક ખસેડવામાં લાગી હતી. તો સ્થાનિક જેસીબી સંચાલકોએ જેસીબી મદદે આપ્યા હતા. અને તેની મદદથી બડાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.

પંચાયત ચૂંટણી / સરકાર દ્વારા અમારી સાથે ઓરમાયું વર્તન કરવામાં આવે છે, અમે ચુંટણીમાં સહયોગ નહીં આપીએ

ગુજરાત / ગ્રામપંચાયત સમરસ બનાવવા કવાયત, શામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવવાનો વ્યૂહ

Gujarat / સિંહે પાલતુ પશુનું મારણ કર્યું તો આધેડ વ્યક્તિ પર દિપડાએ કર્યો હિસંક હુમલો

હિન્દુ ધર્મ / નવગ્રહ શાંતિના ખૂબ જ સરળ ઉપાય, જીવનમાં સુખ માટે અવશ્ય અજમાવો

ફરી કુદરતના ખોળે / સોહામણું શ્યામશિર ટપુશીયુ સુગરીના વપરાઈ ગયેલા માળામાં પોતાના ઈંડા મૂકે છે….

હિન્દુ ધર્મ / મૃત શરીરને અગ્નિ દાહ આપીએ છીએ, અને બીજી બાજુ  મૃત પ્રાણી શરીરને રસોડે લઈ જઈ આરોગીએ છીએ, જાણો શું કહે છે શાસ્ત્રો..?

હિન્દુ ધર્મ / આ નાનકડા ઉપાયથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે સાથે રોગનું જોખમ પણ ઘટે છે, આવો જાણીએ