નવી દિલ્હી/ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ICUનાં દર્દીઓ માટે ગાઈડલાઈન્સ બહાર પાડી

દેશમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દર્દીઓની તરફેણમાં નવી ગાઈડલાઈન બહાર પાડી છે. સંસાધનોનો મર્યાદિત અને વિવેકપૂર્ણ રીતે ઉપયોગ થઈ શકે…

Top Stories India

નવી દિલ્હી: દેશમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દર્દીઓની તરફેણમાં નવી ગાઈડલાઈન બહાર પાડી છે. સંસાધનોનો મર્યાદિત અને વિવેકપૂર્ણ રીતે ઉપયોગ થઈ શકે તેમજ દર્દીનાં સ્વાસ્થ્યની હાલતને ધ્યાનમાં રાખી આઈસીયુમાં ભરતી કરવા અંગે જરૂરી દિશાનિર્દેશ કર્યા છે. ખાસ કરીને દર્દીને તેના સંબંધીની મરજી વિરૂદ્ધ દાખલ કરી શકાશે નહીં.

ICUમાં પ્રવેશને લઈ આ ગાઈડલાઈન્સમાં ક્રિટિકલ કૅર મેડિસિનની યોગ્યતા ધરાવતા ટોચના 24 ડોક્ટરોની એક પેનલ તૈયાર કરવામાં આવી છે. આ પેનલે એવી મેડિકલ કન્ડિશનની એક યાદી તૈયાર કરી છે કે જેમાં દર્દીઓને આઈસીયુમાં ભરતી કરવાની ખાસ જરૂર હોય છે. આ ગાઈડલાઈન્સ ટોચના ડૉક્ટરોની પેનલ દ્વારા તૈયાર કરવામાં આવી છે.

ગાઈડલાઈન્સની શા માટે જરૂર પડી?

સામાન્ય રીતે ગંભીર બીમારીથી પીડાતી વ્યક્તિને ICUમાં દાખલ કરવામાં આવે છે. પરંતુ તે (ICU) એક મર્યાદિત માત્રામાં છે. દરેક દર્દીને તેની જરૂર હોતી નથી. તેવા સમયે જો જરૂરિયાતવાળી વ્યક્તિને યોગ્ય સમયે બેડ મળી શકે. જેથી લાંબાગાળે દર્દી અને હોસ્પિટલ વચ્ચે પારદર્શિતા વધશે.

કોને ICUમાં ભરતી કરી શકાશે?

આ ગાઈડલાઈન્સમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે, જો દર્દી ગંભીર બીમારી કે અસાધ્ય રોગથી પીડાતો હોય અને તેનો વધુ ઈલાજ કરવા છતાં તેનામાં સુધારો જણાતો ન હોય તો તેવા દર્દીને ICUમાંથી હટાવી દેવામાં આવશે. પરંતુ જો સર્જરી પછી તબિયત વધુ લથડવા લાગે તો તેને આઈસીયુ વૉર્ડમાં ફરીથી શિફ્ટ કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: