અમદાવાદ/ બગોદરા પાસે ટેન્કરમાં સંતાડીને લઈ જવાતો 48 લાખનો દારૂ ઝડપાયો

 પોલીસે દારૃ સહિત 73 લાખનો મુદ્દામાલ કબેજ કરી બે આરોપીની ધરપકડ કરી

Ahmedabad Gujarat
દારૂ

અમદાવાદ ગ્રામય પોલીસની એલસીબીને માહિતી મળી હતી કે રાજકોટ બગોદરા હાઈવે પરથી દારૂ ભરેલુ ટેન્કર ટ્રક પસાર થવાનું છે. જેને આધારે પોલીસે અહીં જાળ બિછાવીને ટેન્કરમાંથી રૂ. 48 લાખનો દારૂ મળીને કુલ રૂ. 73.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ગ્રામ્ય પોલીસની એલસીબીને માહિતી મળી હતી કે બગોદરા રાજકોટ હાઈવે પરથી દારૂ ભરેલી ટ્રાક પસાર થવાની છે . જેને આધારે પોલીસે બગોદરા રાજકોટ હાઈવે પર જય ભોલે બ્રિજ પાસે ટેન્કર અટાવીને તપાસ કરી હતી. જેમાં ટેન્કરમાંથી રૂ.48,33,600 ની કિંમતનો વિદેશી દારૃ મળી આવેયો હતો. પોલીસે દારૃ ઉપરાંટ ટેન્કર વગેરે મળીને કુલ રૂ.73,53,100 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે આ કેસમાં રાજસ્થાનના કેવરારામ સી.જાટ, ક્લીનર બાલારામ એમ.કાસનીયાની ધરપકડ કરી હતી. આરોપીઓ આ દારૂ ક્યાંથી લાવ્યા અને કોને પહોંચાડવાના હતા તેની પોલીસ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બગોદરા પાસે ટેન્કરમાં સંતાડીને લઈ જવાતો 48 લાખનો દારૂ ઝડપાયો


આ પણ વાંચો:CDRC/ભરૂચમાં તબીબ જ તબીબની બેદરકારીનો ભોગ બન્યો, કેન્સરની શંકાએ કિડની કઢાવી, રિપોર્ટ આવતા લાગ્યો આંચકો

આ પણ વાંચો:અમદાવાદ/50 હજારની લાંચ લેતા મહિલા તલાટી ઝડપાઈ

આ પણ વાંચો:Ahmedabad-ST/એસટીમાં હવે અનોખી સગવડ, જાતે ટિકિટ લો, જાતે રદ કરો