અમદાવાદ/ 50 હજારની લાંચ લેતા મહિલા તલાટી ઝડપાઈ

જમીનનું પેઢીનામુ કરી આપવા લાંચ માંગી હતી……એસીબીએ છટકુ ગોઠવીને આરોપીની રંગેહાથ ધરપકડ કરી…………….

Top Stories Ahmedabad Gujarat
તલાટી

@નિકુંજ પટેલ

અમદાવાદના દસ્ક્રોઈ ખાતે જમીનનું પેઢીનામુ તૈયાર કરી આપવા માટે એક વ્યક્તિ પાસેથી રૂ.50,000ની લાંચ લેતા બિલાસીયા ગ્રામપંચાયતની મહિલા તલાટી કમ મંત્રીની એસીબીએ ધરપકડ કરી છે.

આ બનાવની વિગત મુજબ અમદાવાદના દસક્રોઈ તાલુકાના હુકા ગામમાં એક મહિલા વડીલોપાર્જીત જમીન ધરાવે છે. આ જમીનનું પેઢીનામુ તૈયાર કરવા માટે મહિલાએ બિલાસીયા ગ્રામ પંચાયતના મહિલા તલાટી કમ મંત્રી મધુબહેન પુનાભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. મધુબેને પેઢીનામાનું કામ કરી આપવા માટે ફરિયાદી મહિલા પાસે રૃ. 50,000 ની લાંચ માંગી હતી.

જેને પગલે મહિલાએ આ અંગે એસીબીને જાણ કરી હતી. જેને આધારે બિલાસીયા ગ્રામ પંચાયતથી હુકા ગામ જતા રસ્તા પર એસીબીના અધિકારીઓએ જાળ બિછાવી હતી. જેમાં મહિલા પાસેથી રૃ. 50,000 ની લાંચ લેતા મહિલા તલાટી મધુબહેનની એસીબીએ રંગેહાથ ધરપકડ કરી હતી. એસીબીના અધિકારીઓએ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.



whatsapp ad White Font big size 2 4 50 હજારની લાંચ લેતા મહિલા તલાટી ઝડપાઈ


આ પણ વાંચો:Ahmedabad-ST/એસટીમાં હવે અનોખી સગવડ, જાતે ટિકિટ લો, જાતે રદ કરો

આ પણ વાંચો:AMC/અમદાવાદીઓ માટે સારા સમાચાર, નાગરિક સુવિધા કેન્દ્રના સમયમાં કરાયો વધારો

આ પણ વાંચો:અમદાવાદ/ચાંદખેડામાં ઘર પર દરોડો પાડી પોલીસે દારૂનો જથ્થો ઝડપ્યો

આ પણ વાંચો:ઉર્જા કૌભાંડ/ઉર્જા કૌભાંડ મામલે ક્રાઈમ બ્રાન્ચની કડક કાર્યવાહી, વીજકર્મીઓને નોટિસ પાઠવી