Cricket/ વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહ્યો છે ભુવનેશ્વર કુમાર, તેમ છતાં લોકો કેમ કહી રહ્યા છે કેરિયર ખતમ?

ભુવનેશ્વર કુમારના સમગ્ર T20 કરિયરની વાત કરીએ તો ભુવીએ અત્યાર સુધી 85 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં ભુવીના ખાતામાં 89 વિકેટ છે. તો ભુવનેશ્વર કુમારે વર્ષ 2012માં ચિન્નાસ્વામી…

Top Stories Sports
Bhuvneshwar Kumar Record

Bhuvneshwar Kumar Record: T20 વર્લ્ડ કપ 2022માં નિષ્ફળતા બાદ ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. ટી20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમનો આ પહેલો વિદેશ પ્રવાસ છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર T20માં પોતાના વર્લ્ડ રેકોર્ડથી માત્ર ચાર પગલાં દૂર છે. ઓસ્ટ્રેલિયામાં રમાયેલા T20 વર્લ્ડ કપમાં પણ ભુવનેશ્વર કુમારનું પ્રદર્શન સંતોષજનક રહ્યું હતું. T20 વર્લ્ડ કપ દરમિયાન ભુવનેશ્વર કુમાર ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર રહ્યો છે.

જો ભુવનેશ્વર કુમાર ન્યુઝીલેન્ડ સામેની મેચમાં વધુ ચાર વિકેટ લે છે, તો તે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની જશે. 32 વર્ષીય પેસરે વર્ષ 2022માં ટીમ ઈન્ડિયા માટે 36 વિકેટ ઝડપી છે. તો આયર્લેન્ડના જોશુઆ બ્રાયન લિટલ 26 મેચમાં 39 વિકેટ લઈને એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાં ટોચ પર છે. જ્યારે ભારતીય ફાસ્ટ બોલરે 2022માં 30 મેચમાં 36 વિકેટ ઝડપી છે.

ભુવનેશ્વર કુમારના સમગ્ર T20 કરિયરની વાત કરીએ તો ભુવીએ અત્યાર સુધી 85 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં ભુવીના ખાતામાં 89 વિકેટ છે. તો ભુવનેશ્વર કુમારે વર્ષ 2012માં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પાકિસ્તાન સામેની T20 મેચમાં ડેબ્યૂ કર્યું હતું. ન્યુઝીલેન્ડ પ્રવાસ પર ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ T20 અને ત્રણ ODIની સિરીઝ રમાશે. આ દરમિયાન ટી-20 મેચમાં કેપ્ટનશિપની કમાન હાર્દિક પંડ્યાના હાથમાં રહેશે, જ્યારે શિખર ધવન વનડેમાં ટીમના કેપ્ટનની ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચો: baba vanga 2022/બાબા વેંગાની ડરામણી ભવિષ્યવાણી, ભારતમાં બે મહિનામાં આવી શકે