@નિકુંજ પટેલ
ચાદખેડામાં સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ માહિતીને આધારે એક મકાન પર દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે 1.74 લાખની કિંમતના દારૂ સાથે રૂ.3,90,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે ત્રણ શખસની ધરપકડ કરી હતી. આ અંગે વધુ તપાસ ચાંદખેડા પોલીસ કરી રહી છે.
સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને માહિતી મળી હતી કે ચાંદખેડામાં ભગવતીનગર સોસાયટીના એક મકાનમાં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે. જેને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે રૂ.174,500 ની કિંમતનો વિદેશી દારૂ, ત્રણ મોબાઈલ, કાર, રૂ.4,900 રોકડા વગેરે મળીને રૂ .3,89,900 નો મુદ્દ્માલ કબજે કર્યો હતો.
પોલીસે આ બનાવ સંદર્ભે સાબરમતીમાં રહેતા રાજેશ ડી.સોલંકી, ચાંદખેડામાં રહેતા વિપુલસિંહ જે. સોલંકી અને ચાંદખેડામાં રહેતા હરીશ એ.જયસ્વાલની ધરપકડ કરી હતી. જોકે કારનો ડ્રાયવર વિમલ, ઘનશ્યામસિહ જે.સોલંકી તથા અન્ય એક અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયા હતા. બાદમાં આ કેસની વધુ તપાસ ચાંદખેડા પોલીસને સોંપવામાં આવી હતી. આ દારૃ ક્યાંથી લાવવામાં આવ્યો અને કોને પહોંચાડવાનો હતો તેની પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: