વડોદરા/ હિના પેથાણી હત્યા કેસમાં આરોપી સચિન દીક્ષિતના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા

ગાંધીનગરના પેથાપુર ગૌશાળામાં બાળકને તરછોડવાની ઘટના બાદ રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે, પોલીસે સ્ફુર્તી રાખીને રાજસ્થાનના કોટાથી આ બાળકને તરછોડનારા તેના પિતા સચીન દિક્ષીતને ઝડપી લીધો હતો.

Gujarat Vadodara
SSS 5 હિના પેથાણી હત્યા કેસમાં આરોપી સચિન દીક્ષિતના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા

સમગ્ર રાજયમાં  ચકચાર એવા હિના  પેથાણી હત્યા કેસમાં આરોપી સચિન દીક્ષિતને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સચિન દીક્ષિત 21 તારીખના બપોરના 3 વાગ્યા સુધી રિમાન્ડ પર મુકવામાં આવ્યો છે. કોર્ટે સચિન દીક્ષિતને 6 દિવસના રિમાન્ડ પર રહેવાનો આદેશ કર્યો છે. નોંધનીય છેકે પોલીસ દ્વારા સચિન દીક્ષિતના 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી.

વડોદરામાં હિના પેથાણીના મર્ડર કેસમાં આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરાયું. આરોપી સચિન દીક્ષિતને સાથે રાખી દર્શનમ ઓએસીસ ખાતે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્ચું. બાપોદ પોલીસની ટીમે હિનાની હત્યાને લઈને સચિનની પૂછપરછ કરી.અને અંદાજે બે કલાક સુધી સચિન દીક્ષિતને સાથે રાખી તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો ;Cricket / પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ ભારતને હરાવવાનાં જોઇ રહ્યા છે સપના

ગાંધીનગરના પેથાપુર ગૌશાળામાં બાળકને તરછોડવાની ઘટના બાદ રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે, પોલીસે સ્ફુર્તી રાખીને રાજસ્થાનના કોટાથી આ બાળકને તરછોડનારા તેના પિતા સચીન દિક્ષીતને ઝડપી લીધો હતો. ત્યારબાદ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે સચીન દિક્ષીતે તેની પ્રેમીકા અને આ બાળકની માતા મહેંદીની વડોદરાના દર્શનમ ઓએસિસ બિલ્ડીંગના ફ્લેટમાં ગળુ દબાવી હત્યા કરી હતી.

14 ઓકટોબરે સચીનના રિમાન્ડ પુરા થવાના બાપોદ પોલીસની ટીમ ટ્રાન્સફર વોરન્ટ મેળવીને ગાંધીનગર પહોંચી હતી. અને સચીનનો કબજો મેળવી ગુરુવારે મોડી સાંજે તેને વડોદરા લાવી હતી. પોલીસ હવે આજે સચીનના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ પહેલા પોલીસ સચીન દિક્ષીતને સાથે રાખીને હત્યાના સ્થળ એટલે કે દર્શનમ ઓએસિસ ખાતે હત્યાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું.

આ પણ વાંચો ;નવરાત્રી / નવરાત્રિના છેલ્લા દિવસે પ્રસાદ માટે બનાવો ગુલાબ ફ્લેવરના નારિયેળના લાડુ