ગુજરાત/ દેવભૂમિ દ્વારકાની B.D.D.S તેમજ Q.R.T ટીમ દ્વારા હાથ ધરાયું ચેકીંગ  

 ભગવાન શ્રી રામ મંદીર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અનુસંધાને તકેદારીના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંવેદનશીલ સ્થળો ખાતે એન્ટી સબોટેજ ચેકીંગ કામગીરી હાથ ધરતી B.D.D.S અને Q.R.T દેવભૂમિ દ્વારકા..

Gujarat Others
YouTube Thumbnail 1 દેવભૂમિ દ્વારકાની B.D.D.S તેમજ Q.R.T ટીમ દ્વારા હાથ ધરાયું ચેકીંગ  

 ભગવાન શ્રી રામ મંદીર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અનુસંધાને તકેદારીના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંવેદનશીલ સ્થળો ખાતે એન્ટી સબોટેજ ચેકીંગ કામગીરી હાથ ધરતી B.D.D.S અને Q.R.T દેવભૂમિ દ્વારકા. પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ, રાજકોટ વિભાગ અને નિતેશ પાંડેય પોલીસ અધિક્ષક,દેવભૂમિદ્વારકા નાઓ દ્વારા જિલ્લામાં શ્રીરામ મંદીરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અનુસંધાને ચેકીંગ કામગીરી હાથ ધરવા B.D.D.S. તેમજ Q.R.T. ટીમોને જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન મુજબ આગામી સમયમાં અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદીરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર હોય જે અનુસંધાને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય રહે, કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ સુરક્ષાના દરેક પેહલુને સુદ્રઢ કરવા માટે તકેદારીના ભાગરૂપે ગત એક સપ્તાહમાં જિલ્લાના વિવિધ સંવેદનશીલ સ્થળો ખાતે ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.

જેમાં વાઇટલ ઇન્સ્ટોલેશન, ઐતીહાસીક મહત્વ ધરાવતી જગ્યાઓ,ઔદ્યોગીક એકમો મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ એકઠા થતા હોય તેવા ધાર્મીક સ્થળો,રેલ્વે સ્ટેશન,બસ સ્ટેશન,શોપીંગ મોલ વિગેરે જેવા સ્થળે વિશેષ ચેકીંગ કામગીરી હાથ ધરવામા આવેલ તેમજ દ્વારકા-ઓખા રેલ્વે સ્ટેશન વિસ્તારનાં મુસાફરખાના, પાર્કીંગ એરીયા,યાર્ડ વિસ્તાર, પાર્સલ ઓફીસ તેમજ દરીયાઇ વિસ્તાર પર આવેલ બંદરો,માછીમારી વસાહતો, લેન્ડીંગ પોઇન્ટ,બેટ દ્વારકા જેટી.તેમજ જગતમંદીર શ્રી દ્વારકાધીશના પરિસર ખાતે સઘન ચેકીંગ કામગીરી કરી સુરક્ષાના દ્રષ્ટીકોણથી બી.ડી.ડી.એસ અને ક્યુ.આર.ટી/લોકલ પોલીસ દ્વારા એન્ટી સબોટેજ ચેકીંગ કામગીરી કરી સુરક્ષાની દ્રષ્ટીએ ઉપરોક્ત સ્થળો સેનીટાઇઝ કરવામાં કરાયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સચિન તેંડુલકરના ડીપફેક વાઇરલ વિડીયો પર પોલીસની કાર્યવાહી

આ પણ વાંચો:કોણ છે મિહિર દિવાકર જેણે ધોની સામે કર્યો માનહાનિનો કેસ, જાણો કેમ ખરાબ થયા બન્નેના સબંધો?

આ પણ વાંચો:વિરાટ કોહલીએ જીત્યો બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ, કેપ્ટન રોહિતની પ્રતિક્રિયા જોવા જેવી

આ પણ વાંચો:ટાટાને આઇપીએલના રાઇટ્સ 2,500 કરોડમાં મળ્યાં