Bhavnagar News/ ભાવનગરના ગારીયાધારના જાળીયા ગામે પ્રાથમિક શાળાને તાળાબંધી, શિક્ષકોની ઘટ દૂર કરવાની વિદ્યાર્થીઓ-વાલીઓની માંગ

ભાવનગરના ગારીયાધાર તાલુકાના જાળીયા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકોની અછતને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓએ તાળાબંધી (School Lockout) કરી. તાલુકા પંચાયત કચેરીએ પહોંચી શિક્ષકોની ઘટ પૂરી કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું.

Top Stories Gujarat Others Breaking News
ભણતર પર અસરના આક્ષેપ સાથે પ્રાથમિક School Lockout, તંત્રને આવેદનપત્ર

Bhavnagar News: ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના જાળીયા ગામમાં પ્રાથમિક શાળામાં શિક્ષકોની અછતને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. શિક્ષકોની ઘટના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ શાળાને તાળાબંધી (School Lockout) કરી વિરોધ નોંધાવ્યો હતો.

શિક્ષકોના અભાવે ભણતર પર અસરનો આક્ષેપ

જાળીયા ગામની પ્રાથમિક શાળામાં લાંબા સમયથી શિક્ષકોની અછત હોવાના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસમાં મુશ્કેલી પડી રહી હોવાનું વાલીઓનું કહેવું છે. પૂરતા શિક્ષકો ન હોવાથી વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ મળી રહ્યું નથી અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર અસર પડી રહી છે.આ મુદ્દાને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓએ શાળાને તાળાબંધી (School Lockout) કરી પોતાની માંગ રજૂ કરી હતી.

તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા વિદ્યાર્થીઓ અને વાલીઓ

શાળા બંધ કર્યા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓ ગારીયાધાર તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા. ત્યાં તેમણે શિક્ષકોની ઘટ તાત્કાલિક પૂરી કરવા અને વિદ્યાર્થીઓને નિયમિત તથા ગુણવત્તાસભર શિક્ષણ મળે તેવી માંગ સાથે રજૂઆત કરી હતી.આ અંગે અધિકારીઓને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.

School Lockout: શિક્ષકોની નિમણૂકની માંગ

વાલીઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને શાળામાં જરૂરી સંખ્યામાં શિક્ષકોની નિમણૂક કરવામાં આવે. શિક્ષકોની અછત દૂર નહીં થાય તો વિદ્યાર્થીઓના અભ્યાસને લાંબા ગાળે નુકસાન થઈ શકે છે.હવે તંત્ર દ્વારા આ રજૂઆત પર શું કાર્યવાહી કરવામાં આવે છે અને શાળામાં શિક્ષકોની ઘટ ક્યારે પૂરી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.


આ પણ વાંચો:અમારો શિક્ષક પાછો આપો, બનાસકાંઠાની બે શાળાને તાળાબંધી

આ પણ વાંચો:શાળા તો છે, પરંતુ શિક્ષકો ક્યાં…? અપૂરતા શિક્ષકોના મુદ્દે શાળાને તાળાબંધી 

આ પણ વાંચો:ડાંગમાં ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી, બાળકોની સુરક્ષા પ્રથમ