Gujarat News/ વડનગરના મહાયજ્ઞમાં ઓમ બિરલાની હાજરી, શંકરાચાર્ય સાથે આધ્યાત્મિક સંવાદ

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વડનગરમાં વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં ભાગ (Om Birla Gujarat Visit) લીધો. હાટકેશ્વર મહાદેવનાં દર્શન કરી શંકરાચાર્યના આશીર્વાદ મેળવ્યા.

Top Stories Gujarat Breaking News
Om Birla Gujarat Visit: ઓમ બિરલા વડનગરમાં વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં જોડાયા

Gujarat News: લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા બુધવારે ગુજરાતની મુલાકાતે (Om Birla Gujarat Visit) આવ્યા હતા. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કર્યા બાદ તેઓ મહેસાણા જિલ્લાના વડનગર પહોંચ્યા હતા. અહીં તેમણે ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરમાં યોજાઈ રહેલા 10 દિવસીય વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં (World Peace Mahayagna) ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે યજ્ઞશાળાની પરિક્રમા કરી દેશ અને વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.

Om Birla Gujarat Visit: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં મુલાકાત

ગુજરાતની મુલાકાત દરમિયાન ઓમ બિરલાએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ લોકસભા અધ્યક્ષ વડનગર જવા રવાના થયા હતા.

11થી 20 નવેમ્બર સુધી વિશ્વ શાંતિ મહાયજ્ઞનું આયોજન

વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરમાં (Hatkeshwar Mahadev Temple) 11 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી 10 દિવસીય વિશ્વ શાંતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. કાંચી કામકોટી પીઠના જગદગુરુ શંકર વિજયેન્દ્ર સરસ્વતી સ્વામીગલના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહેલા આ મહાયજ્ઞનો ઉદ્દેશ્ય વૈશ્વિક શાંતિ અને સામાજિક સંવાદિતાને પ્રોત્સાહન આપવાનો છે. આ ધાર્મિક આયોજનમાં દેશભરના 144 વૈદિક વિદ્વાનો ભાગ લઈ રહ્યા છે.

Om Birla Gujarat Visit: ઓમ બિરલા વડનગરમાં વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં જોડાયા
Om Birla Gujarat Visit: ઓમ બિરલા વડનગરમાં વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં જોડાયા

ઓમ બિરલાએ મહાયજ્ઞમાં ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમણે કાંચી કામકોટી પીઠના શંકરાચાર્ય સ્વામી વિજયેન્દ્ર સરસ્વતીજી મહારાજ સાથે મુલાકાત કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા અને આધ્યાત્મિક સંવાદ કર્યો હતો.

હાટકેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન-પૂજા કરી

વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં ભાગ લીધા બાદ લોકસભા અધ્યક્ષે વડનગરના પ્રસિદ્ધ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કર્યાં હતાં. તેમણે નિર્ધારિત વિધિ મુજબ ભગવાન મહાદેવની પૂજા-અર્ચના કરી હતી. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, સાંસદ હરિભાઈ પટેલ સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

પુરાતત્વ સંગ્રહાલય અને પ્રેરણા શાળાની પણ મુલાકાત લેશે

વડનગરની મુલાકાત દરમિયાન ઓમ બિરલા શહેરનાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોની પણ મુલાકાત લેશે. તેમાં પુરાતત્વીય અનુભવ સંગ્રહાલયનો સમાવેશ થાય છે. આ સંગ્રહાલયને તાજેતરમાં બર્લિનમાં રેડ ડોટ ડિઝાઇન એવોર્ડ 2026 એનાયત થયો હતો. સંગ્રહાલયમાં વડનગરના આશરે 2,500 વર્ષ જૂના ઇતિહાસને રજૂ કરવામાં આવ્યો છે અને 6,000થી વધુ પ્રાચીન કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે. આ ઉપરાંત તેઓ પ્રેરણા શાળાની પણ મુલાકાત લેશે. આ એ જ ઐતિહાસિક શાળા છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રારંભિક શિક્ષણ મેળવ્યું હતું. હાલ આ શાળાને અનુભવાત્મક શિક્ષણ અને નેતૃત્વ કૌશલ્યના વિકાસ માટેની પહેલ તરીકે વિકસાવવામાં આવી છે.


આ પણ વાંચો: ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ ધ્વનિ મતથી ફગાવ્યો, સંસદમાં અમિત શાહ અને વિપક્ષ વચ્ચે જંગ

આ પણ વાંચો: 9 માર્ચથી સંસદનું સત્ર: લોકસભા સ્પીકર ઓમ બિરલાને હટાવવા વિપક્ષનો પ્રસ્તાવ, ભાજપ-કોંગ્રેસનું વ્હીપ

આ પણ વાંચો: PM મોદી સાથે અણધારી ઘટના થવાની આશંકા, લોકસભા સ્પીકર ઓમ બિરલાનો ખુલાસો