Not Set/ video:રસ્તે રોળાયો પાકિસ્તાની ધ્વજ, થૂંકીને લોકોએ ઉતાર્યો રોષ, પોલીસે રેતી નાખી હટાવવો પડ્યો

વડોદરા, 14 ફેબ્રુઆરીનો દિવસ દેશ માટે ખુબ જ ભયંકર દિવસ હતો આ દિવસે જમ્મુ-કાશ્મીરના પુલવામા થયેલ આતંકી હુમલામાં 40 થી વધુ જવાનો શહીદ થાય ગયા હતા. જેના પગલે સમગ્રે દેશમાં રોષનો માહોલ સર્જાયો છે દરેક જગ્યાએ શહીદ થયેલા દેશના વીર જવાનોને ન્યાય મળે તે માટે દેશના લોકો શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. દરેક જગ્યાએ લોકો […]

Gujarat Vadodara Videos
pas video:રસ્તે રોળાયો પાકિસ્તાની ધ્વજ, થૂંકીને લોકોએ ઉતાર્યો રોષ, પોલીસે રેતી નાખી હટાવવો પડ્યો

વડોદરા,

14 ફેબ્રુઆરીનો દિવસ દેશ માટે ખુબ જ ભયંકર દિવસ હતો આ દિવસે જમ્મુ-કાશ્મીરના પુલવામા થયેલ આતંકી હુમલામાં 40 થી વધુ જવાનો શહીદ થાય ગયા હતા. જેના પગલે સમગ્રે દેશમાં રોષનો માહોલ સર્જાયો છે દરેક જગ્યાએ શહીદ થયેલા દેશના વીર જવાનોને ન્યાય મળે તે માટે દેશના લોકો શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. દરેક જગ્યાએ લોકો દ્રારા કેન્ડલ માર્ચ,રેલી અને બંધનું એલન કરીને શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવામાં આવી રહી છે. ત્યારે આવામાં વડોદરાના એક યુવકે કંઈ અલગ જ રીતે શ્રદ્ધાંજલિ આપી છે.

આપને જાણવી દઈએ કે વડોદરામાં રોડ પર એક શખ્શે પાકિસ્તાની ધ્વજ દોર્યો છે.નિઝામપુરા વિસ્તારનાં ડીલક્ષ ચાર રસ્તા પર એક અજાણ્યા શખ્શે જાહેર માર્ગ પર દુશ્મનનો ઘ્વજ દોરીને ફરાર થઇ ગયો છે.

એટલું જ નહીં પાકિસ્તાની ધ્વજ પર વડોદરાનો લોકો ચાલ્યા અને તેના પર થુક્યા પણ હતા.જયારે  આ ઘટનાની જાણ પોલીસને થઈ ત્યારે પોલીસ દ્રારા રેતી નાંખીને ધ્વજને દુર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.