Vande Bharat train-Sanand/ વંદે ભારત ટ્રેનને જામનગર-અમદાવાદ રૂટમાં સાણંદમાં પણ મળ્યું સ્ટોપેજ

અમદાવાદના પરાવિસ્તાર સાણંદના રહેવાસીઓ માટે આનંદના સમાચાર છે. જામનગર અમદાવાદ અને અમદાવાદ જામનગરની વંદે ભારત મેટ્રો ટ્રેનને સાણંદમાં પણ સ્ટોપેજ મળશે. તેમણે જણાવ્યું હતું કે અમદાવાદ જતી જામનગરની વંદેભારત ટ્રેનને વિરમગામ પછી સાણંદ ખાતે સ્ટોપેજ મળશે.

Top Stories Ahmedabad Gujarat
Mantavyanews 12 4 વંદે ભારત ટ્રેનને જામનગર-અમદાવાદ રૂટમાં સાણંદમાં પણ મળ્યું સ્ટોપેજ

નવી દિલ્હીઃ અમદાવાદના પરાવિસ્તાર સાણંદના રહેવાસીઓ માટે આનંદના સમાચાર છે. જામનગર અમદાવાદ અને અમદાવાદ જામનગરની વંદે ભારત મેટ્રો ટ્રેનને સાણંદમાં પણ સ્ટોપેજ મળશે. તેમણે જણાવ્યું હતું કે Vande Bharat-Sanand અમદાવાદ જતી જામનગરની વંદેભારત ટ્રેનને વિરમગામ પછી સાણંદ ખાતે સ્ટોપેજ મળશે.

તેની સાથે તેમણે જણાવ્યું હતું કે આગામી છ મહિનામાં અમદાવાદથી સાણંદ ખાતે વર્લ્ડ ક્લાસ ટ્રેન સેવા શરૂ કરવામાં આવશે. રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સાણંદના જીઆઇડીસીમાં માઇક્રોન ટેકનોલોજી પ્લાન્ટનું ભૂમિપૂજન Vande Bharat-Sanandકરતી વખતે  જાહેરાત કરી હતી. આ ઉપરાંત વર્તમાન નાણાકીય વર્ષના અંત પૂર્વે અમદાવાદથી સાણંદ વર્લ્ડ ક્લાસ ટ્રેન સેવા શરૂ કરવામાં આવશે.

તેમણે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે આવતીકાલે પીએમ મોદી એકસાથે નવ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવાના છે. તેથી અમદાવાદથી સાણંદ ફટાફટ આવીને જી શકાય તે માટે અમદાવાદ-જામનગર વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ સાણંદમાં રાખવામાં આવશે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે અમદાવાદ અને સાણંદ વચ્ચે વર્તમાન નાણાકીય વર્ષના અંત પૂર્વે વર્લ્ડ ક્લાસ ટ્રેન શરૂ કરવામાં આવશે.

પીએમ મોદી રવિવારે 24મી સપ્ટેમ્બરના રોજ એક સાથે નવ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. તેમા અમદાવાદ-જામનગર વંદે ભારત ટ્રેનને વર્ચ્યુઅલી લીલીઝંડી આપશે. 24મી સપ્ટેમ્બરે બપોરે 12-30 વાગે આ ટ્રેન Vande Bharat-Sanand જામનગરથી રવાના થશે. આ ટ્રેનને રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ અને સાબરમતી ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આ ટ્રેનને મહેસાણામાં પણ રોકવામાં આવશે.

વંદે ભારત ટ્રેન અમદાવાદથી સાંજે 17.55 વાગે ઉપડીને રાત્રે 22.35 વાગે જામનગર પહોંચશે. જામનગરથી આ ટ્રેન બુધવાર સિવાય દરરોજ સવારે સાડા પાંચ વાગે ઉપડશે. આ ટ્રેન માટે સાંસદ પૂનમ માડમે અગાઉ રજૂઆત કરી હતી. કેન્દ્રના આ નિર્ણય બાદ સાંસદ પૂનમ માડમે આ ટ્રેન શરૂ કરવા બદલ વડાપ્રધાનનો આભાર માન્યો હતો.

આ ટ્રેનમાં આરામદાયક સીટ, સ્લાઇડિંગ દરવાજા, વ્યક્તિગત Vande Bharat-Sanand રીડિંગ લાઇટ્સ, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ્સ, એટેન્ડન્ટ કોલ બટન્સ, બાયો-ટોયલેટ્સ, ઓટોમેટિક એન્ટ્રી-એક્ઝિટ ડોર અને સીસીટીવી કેમેરા સહિતની અત્યાધુનિક સગવડોથી સજ્જ છે.

આ પણ વાંચોઃ Jayram Ramesh/ ‘નવી સંસદનું નામ મોદી મલ્ટિપ્લેક્સ રાખવામાં આવે’

આ પણ વાંચોઃ Sunak-Cigarette/ સિગારેટ ઉત્પાદકો પર તવાઈ બોલાવશે પીએમ સુનાક

આ પણ વાંચોઃ China/ ચીન અમેરિકાના અસ્તિત્વ માટે ખતરો છે, સામ્યવાદી પાર્ટી યુદ્ધની તૈયારી કરી રહી છે: ભારતીય,અમેરિકન નિક્કી હેલી