Schoolbus-Accident/ દિલ્હીમાં એકસાથે ચાર સ્કૂલ બસ અથડાઈઃ 25 બાળકો સહિત 29 ઇજાગ્રસ્ત

દિલ્હીમાં જાન્યુઆરીના અંત સુધીમાં શિયાળો ફરી વધવા લાગ્યો છે. આ સાથે વરસાદે વાતાવરણને વધુ બગાડ્યું હતું. સોમવારે સવારે દિલ્હી સહિત સમગ્ર NCRમાં આછું ધુમ્મસ છવાયું હતું. આ દરમિયાન બાળકો ધુમ્મસમાં શાળાએ જતા હતા.

Top Stories India
Schoolbus Accident દિલ્હીમાં એકસાથે ચાર સ્કૂલ બસ અથડાઈઃ 25 બાળકો સહિત 29 ઇજાગ્રસ્ત

Schoolbus-Accident દિલ્હીમાં જાન્યુઆરીના અંત સુધીમાં શિયાળો ફરી વધવા લાગ્યો છે. આ સાથે વરસાદે વાતાવરણને વધુ બગાડ્યું હતું. સોમવારે સવારે દિલ્હી સહિત સમગ્ર NCRમાં આછું ધુમ્મસ છવાયું હતું. આ દરમિયાન બાળકો ધુમ્મસમાં શાળાએ જતા હતા. Schoolbus-Accident ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી હતી અને તેના કારણે દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમ પાસે એક ખતરનાક અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માત સવારે 11 વાગ્યે થયો હતો

સોમવારે સવારે દિલ્હીના Schoolbus-Accident ઈન્દિરા ગાંધી સ્ટેડિયમ નજીક ચાર સ્કૂલ બસ સહિત અનેક વાહનો એકબીજા સાથે અથડાઈ જતાં 25 બાળકો સહિત ઓછામાં ઓછા 29 લોકો ઘાયલ થયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, સલીમગઢ ફ્લાયઓવર પર અકસ્માત અંગે પોલીસ કંટ્રોલ રૂમ (PCR) કોલ સવારે 10.57 વાગ્યે આઈપી એસ્ટેટ પોલીસ સ્ટેશનને મળ્યો હતો, જેના પગલે પોલીસની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઘટનાસ્થળે ચાર બસ, એક ઓટો, એક કાર અને એક બાઇક અકસ્માતગ્રસ્ત હાલતમાં મળી આવી હતી.

બસમાં 216 બાળકો સવાર હતા

અધિકારીએ કહ્યું, “પ્રારંભિક તપાસ દરમિયાન, એવું જાણવા મળ્યું છે કે ચારેય બસોમાં 216 શાળાના વિદ્યાર્થીઓ સવાર હતા.” આ અકસ્માતમાં લગભગ 25 વિદ્યાર્થીઓ અને ત્રણ શાળાનો સ્ટાફ અને એક વ્યક્તિને ઈજા થઈ હતી. અધિકારીએ જણાવ્યું હતું કે પીસીઆર વેને તમામ ઘાયલોને એલએનજેપી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ઘાયલોને એલએનજેપી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

દિલ્હી અને ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં શિયાળા દરમિયાન આમ પણ ધુમ્મસના લીધે વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. તેના લીધે રસ્તા પર અકસ્માતના બનાવોમાં પણ વધારો થાય છે. આ સંજોગોમાં વાહન ધીમે હંકારવાની સૂચના આપવામાં આવી હોવા છતાં પણ લોકો પોતાના વાહનની ઝડપ ઘટાડવાની તસ્દી લેતા નથી. આના લીધે અકસ્માતની સંખ્યા વધે છે. સદનસીબે આ વખતના અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. બધાને નાની મોટી ઇજા થઈ છે. આમ છતાં પણ જો આ ચેતવણીને ધ્યાનથી લેવામાં ન આવી તો ભવિષ્યમાં આ પ્રકારના બનાવનું પુનરાવર્તન રોકી શકાય નહી.

સનાતન ધર્મ સાથે છેડછાડ એટલે માનવ જીવન સાથે છેડછાડ, મહારાષ્ટ્રમાં યોગીની ગર્જના

 2024માં રાહુલની ભારત જોડો યાત્રાની શું થશે અસર? આવો જાણીએ

/ PM મોદી પર BBC ની ડોક્યુમેન્ટરી પર આવતા અઠવાડિયે સુનાવણી કરશે SC