Stock Market/ સેન્સેક્સે ભારે ઘટાડા બાદ ઉછાળો નોંધાવ્યો, ગયા સપ્તાહે 2 લાખ કરોડથી વધુનું નુકસાન

સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી સાતની માર્કેટ મૂડી (માર્કેટ કેપ) ગયા સપ્તાહે સામૂહિક રીતે રૂ. 2,16,092.54 કરોડ ઘટી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને સૌથી વધુ નુકસાન થયું છે.

Top Stories Business
Stock market

Stock Market સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી સાતની માર્કેટ મૂડી (માર્કેટ કેપ) ગયા સપ્તાહે સામૂહિક રીતે રૂ. 2,16,092.54 કરોડ ઘટી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને સૌથી વધુ નુકસાન થયું છે.

ભારતીય શેરબજાર Stock Market માટે છેલ્લું અઠવાડિયું વર્ષનું સૌથી ખરાબ સપ્તાહ હતું. અનેક કંપનીઓના શેર ગગડ્યા, રોકાણકારોના લાખો રૂપિયા ડૂબી ગયા. આજે સવારે Stock Market ખુલતી વખતે સેન્સેક્સમાં (Sensex) ઘટાડો ચોક્કસપણે જોવા મળ્યો હતો. શરૂઆતના કારોબારમાં, BSE સેન્સેક્સમાં 544.73 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ બંધ થવાના સમયે સેન્સેક્સમાં જોરદાર ઉછાળો આવ્યો હતો અને 169 પોઈન્ટ વધીને 59,500 પર પહોંચ્યો હતો. નિફ્ટીમાં પણ તેજી જોવા મળી છે, તે 40 પોઈન્ટ વધીને 18,572 સુધી પહોંચવામાં સફળ રહ્યો છે.

ગયા અઠવાડિયે 2 લાખ કરોડનું નુકસાન

સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી Stock Market સાતની માર્કેટ મૂડી (માર્કેટ કેપ) ગયા સપ્તાહે સામૂહિક રીતે રૂ. 2,16,092.54 કરોડ ઘટી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને સૌથી વધુ નુકસાન થયું છે. ગયા સપ્તાહે BSEનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 1,290.87 પોઈન્ટ અથવા 2.12 ટકા ઘટ્યો હતો. આ સિવાય એચડીએફસી બેંક, ઈન્ફોસીસ, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી અને ભારતી એરટેલની માર્કેટ મૂડીમાં પણ ઘટાડો થયો છે.

આ ત્રણેય કંપનીઓના રોકાણકારોને ફાયદો થયો

બીજી તરફ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), હિન્દુસ્તાન યુનિલિવર અને ITCએ બજાર મૂલ્યાંકન મેળવ્યું હતું. સમીક્ષા હેઠળના સપ્તાહમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 71,003.2 કરોડ ઘટીને રૂ. 15,81,601.11 કરોડ થયું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને સૌથી વધુ નુકસાન થયું છે. SBIનું માર્કેટ કેપ રૂ. 46,318.73 કરોડ ઘટીને રૂ. 4,82,107.53 કરોડ થયું હતું. ICICI બેન્કનું માર્કેટ વેલ્યુએશન રૂ. 36,836.03 કરોડ ઘટીને રૂ. 5,70,509.34 કરોડ થયું હતું. HDFC બેન્કનું માર્કેટકેપ રૂ. 24,899.93 કરોડ ઘટીને રૂ. 9,01,287.61 કરોડ અને ભારતી એરટેલનું માર્કેટકેપ રૂ. 23,747.55 કરોડ ઘટીને રૂ. 4,31,583.22 કરોડ થયું હતું.

દિલ્હીમાં એકસાથે ચાર સ્કૂલ બસ અથડાઈઃ 25 બાળકો સહિત 29 ઇજાગ્રસ્ત

સનાતન ધર્મ સાથે છેડછાડ એટલે માનવ જીવન સાથે છેડછાડ, મહારાષ્ટ્રમાં યોગીની ગર્જના

 2024માં રાહુલની ભારત જોડો યાત્રાની શું થશે અસર? આવો જાણીએ

PM મોદી પર BBC ની ડોક્યુમેન્ટરી પર આવતા અઠવાડિયે સુનાવણી કરશે SC

Sriramcharitmanas Dispute/ સ્વામી પ્રસાદ મૌર્ય સહિત 10 નામાંકિત, શ્રી રામચરિત માનસની નકલો સળગાવવા બદલ પાંચની ધરપકડ