indigo/ DGCAની IndiGo સામે મોટી કાર્યવાહી, ફટકાર્યો 30 લાખનો દંડ, જાણો કારણ

DGCA એ ઇન્ડિગો એરલાઇન્સનું વિશેષ ઓડિટ હાથ ધર્યું હતું અને ઓપરેશન્સ, તાલીમ, એન્જિનિયરિંગ અને ફ્લાઇટ ડેટા મોનિટરિંગ પ્રોગ્રામ પર તેમના દસ્તાવેજીકરણ અને પ્રક્રિયાની સમીક્ષા કરી હતી.

Top Stories Business
Untitled 76 4 DGCAની IndiGo સામે મોટી કાર્યવાહી, ફટકાર્યો 30 લાખનો દંડ, જાણો કારણ

ઇન્ડિગો એરલાઇન્સ વિરુદ્ધ કાર્યવાહી કરતા, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ શુક્રવારે 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તેને DGCA જરૂરિયાતો અને ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર (OEM) માર્ગદર્શિકા અનુસાર તેના દસ્તાવેજો અને પ્રક્રિયાઓમાં સુધારો કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.

DGCA અનુસાર, આ વર્ષે છ મહિનામાં ઈન્ડિગો એરલાઈન્સના A321 એરક્રાફ્ટમાં ચાર ‘ટેલ સ્ટ્રાઈક’ (વિમાનનો પાછળનો ભાગ જમીન પર અથડાવાની ઘટના) થઈ છે.

DGCA એ ઇન્ડિગો એરલાઇન્સનું વિશેષ ઓડિટ હાથ ધર્યું હતું અને ઓપરેશન્સ, તાલીમ, એન્જિનિયરિંગ અને ફ્લાઇટ ડેટા મોનિટરિંગ પ્રોગ્રામ પર તેમના દસ્તાવેજીકરણ અને પ્રક્રિયાની સમીક્ષા કરી હતી. વિશેષ ઓડિટ દરમિયાન, ઇન્ડિગો એરલાઈનની ઓપરેશનલ/તાલીમ પ્રક્રિયાઓ અને ઈજનેરી પ્રક્રિયાઓને લગતા દસ્તાવેજોમાં કેટલીક પ્રણાલીગત ખામીઓ જોવા મળી હતી.

જેના પગલે ડીજીસીએએ ઇન્ડિગો એરલાઈન્સને કારણ બતાવો નોટિસ જારી કરીને નિર્ધારિત સમયગાળામાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.ત્યારબાદ ઇન્ડિગો એરલાઈન્સ દ્વારા મોકલવામાં આવેલા જવાબની વિવિધ સ્તરે સમીક્ષા કરવામાં આવી હતી, જે સંતોષકારક ન હતી.

આ સંદર્ભમાં, ડીજીસીએએ ઇન્ડિગો એરલાઈન્સ પર રૂ. 30 લાખનો નાણાકીય દંડ લાદ્યો છે અને તેમને ડીજીસીએની જરૂરિયાતો અને OEM માર્ગદર્શિકા અનુસાર તેમના દસ્તાવેજો અને પ્રક્રિયાઓમાં સુધારો કરવાનો નિર્દેશ પણ આપ્યો છે.

આ પણ વાંચો:શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાનમાં બંધ, NTPC ટોપ ગેનર

આ પણ વાંચો:ભારત, જાપાન એ સેમિકન્ડક્ટર અને અન્ય ટેક્નોલોજીમાં સહકારની શક્યતાઓનું અન્વેષણ કર્યું 

આ પણ વાંચો:SBIએ PM મોદીના દાવાને આપી મંજૂરી, 2027 સુધીમાં ભારત બનશે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા

આ પણ વાંચો:માસિક એક્સ્પાયરીના દિવસે શેરબજાર ઘટ્યું, સેન્સેક્સ 440 પોઈન્ટ ઘટ્યો