Surat News/ સુરત સિવિલના રેસિડેન્ટ ડૉક્ટરનું મોત: હોસ્ટેલમાં 30 વર્ષીય ડૉક્ટરે જીવન ટૂંકાવ્યું, કારણ અકબંધ

Harsh Pandya Suicide: સુરતની નવી સિવિલ હોસ્પિટલના બોય્ઝ PG હોસ્ટેલમાં 30 વર્ષીય રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યા મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી છે. ફરજ પર ન પહોંચતાં સાથી ડૉક્ટરે તપાસ કરી તો રૂમ અંદરથી બંધ મળ્યો હતો.વાંચો સંપૂર્ણ અહેવાલ.

Gujarat Top Stories Surat
Harsh Pandya Suicide: 30 વર્ષીય ડૉક્ટરે જીવન ટૂંકાવ્યું

Surat News: સુરતની નવી સિવિલ હોસ્પિટલના બોય્ઝ પીજી હોસ્ટેલમાં માઈક્રોબાયોલોજી વિભાગના પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાનું મોત (Harsh Pandya Suicide) થતાં હોસ્પિટલ કેમ્પસમાં ચકચાર મચી છે. ફરજ પર હાજર ન થતાં સાથી તબીબે તપાસ કરતાં રૂમનો દરવાજો અંદરથી બંધ મળ્યો હતો. દરવાજો ખોલતાં ડૉક્ટર મૃત હાલતમાં મળી આવ્યા હતા.

Harsh Pandya Suicide: ફરજ પર ન પહોંચતાં સાથી તબીબે તપાસ કરી

મૂળ અરવલ્લી જિલ્લાના મોડાસાના વતની અને 30 વર્ષીય ડૉ. હર્ષ પંડ્યા સુરત નવી સિવિલ હોસ્પિટલના (Surat Civil Hospital) માઈક્રોબાયોલોજી વિભાગમાં પ્રથમ વર્ષમાં રેસિડેન્ટ તરીકે (Resident Doctor Death) અભ્યાસ અને ફરજ બજાવતા હતા. રવિવારે તેઓ નિયમિત ફરજ પર હાજર ન થતાં સિનિયર તબીબે ફોન કર્યો હતો. જોકે, ફોન પર સંપર્ક ન થતાં સાથી રેસિડેન્ટ ડૉક્ટરને તેમના હોસ્ટેલ રૂમમાં તપાસ કરવા મોકલવામાં આવ્યા હતા.

Harsh Pandya Suicide: 30 વર્ષીય ડૉક્ટરે જીવન ટૂંકાવ્યું
30 વર્ષીય ડૉક્ટરે જીવન ટૂંકાવ્યું

રૂમનો દરવાજો અંદરથી બંધ હતો

સાથી તબીબ રૂમ નંબર 1005 પર પહોંચ્યા ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. અનેક વખત બૂમો પાડવા છતાં અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતાં મામલો ગંભીર હોવાનું જણાયું હતું. ત્યારબાદ હોસ્ટેલના (Surat PG Hostel) સિક્યુરિટી સ્ટાફની મદદથી દરવાજો ખોલવામાં આવ્યો હતો. રૂમની અંદર ડૉ. હર્ષ પંડ્યા મૃત હાલતમાં મળી આવતા સાથી તબીબો અને હોસ્પિટલ સ્ટાફમાં શોકની લાગણી ફેલાઈ હતી.

પરિવાર તરફથી કોઈ તકલીફની જાણ નહોતી

Harsh Pandya Suicide: 30 વર્ષીય ડૉક્ટરે જીવન ટૂંકાવ્યું
સુરત સિવિલના હોસ્ટેલમાં રેસિડેન્ટ ડૉક્ટરનું મોત

સાથી તબીબોના જણાવ્યા મુજબ, ડૉ. હર્ષ પંડ્યા સામાન્ય રીતે પોતાની ફરજ બજાવતા હતા અને પરિવાર સાથે પણ કોઈ ગંભીર સમસ્યા હોવાની તેમને જાણ નહોતી. તેમના મોત પાછળનું ચોક્કસ કારણ હાલ સ્પષ્ટ થયું નથી. પોલીસે પણ કોઈ કારણ અંગે સત્તાવાર નિષ્કર્ષ આપ્યો નથી.

ખટોદરા પોલીસની તપાસ શરૂ

ઘટનાની જાણ થતાં ખટોદરા પોલીસની ટીમ નવી સિવિલ હોસ્પિટલના પીજી હોસ્ટેલ ખાતે પહોંચી હતી. પોલીસે જરૂરી કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અંતિમ સમયના સંપર્કોની પણ તપાસ

પોલીસ દ્વારા ડૉ. હર્ષ પંડ્યાના છેલ્લા સમયના સંપર્કો, ફોન રેકોર્ડ, હોસ્ટેલમાં તેમની સાથે રહેતા રેસિડેન્ટ ડૉક્ટરો અને અન્ય સ્ટાફના નિવેદનો સહિતની બાબતોની તપાસ કરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસના આધારે જ તેમના મોત પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.

સિવિલ હોસ્પિટલના અધિકારીઓ પણ પહોંચ્યા

ઘટનાની ગંભીરતાને પગલે સુરત સિવિલ હોસ્પિટલના અધિકારીઓ પણ હોસ્ટેલ ખાતે પહોંચ્યા હતા. સમગ્ર બનાવ અંગે હોસ્પિટલ તંત્ર અને પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ પોલીસ તમામ સંભવિત પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ ધપાવી રહી છે.


આ પણ વાંચો: ગાંધીનગરમાં લંડન જવાની લાલચ ભારે પડી! ₹24.25 લાખ ગુમાવ્યા બાદ યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો

આ પણ વાંચો: રાજકોટના મોટી મેંગણી ગામે 16 વર્ષની સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ

આ પણ વાંચો: રાજકોટમાં યુવકના આપઘાત કેસમાં પત્ની સહિત 6 સામે ફરિયાદ: સુસાઈડ નોટમાં લખ્યું- “મને જીવવા જેવો રહેવા દીધો નહીં”