Not Set/ રાજકોટ/ શાપર નેશનલ હાઇવે પર ખાડો પડતા ફસાઈ કાર, અને થયું આવું….

રાજકોટના શાપર નેશનલ હાઇવે પર ખાડો પડવાની ઘટના સામે આવી છે. તંત્રની બેદરકારી સમાન આ ખાડો એક કાર ચાલક માટે મુસીબત બની ગયો છે.  ઓવરબ્રિજ નીચેથી જઇ રહેલા કાર ચાલકને ખબર ન હતી કે એક મોટો ખાડો તેની રાહ જોઇ રહ્યો છે. ખાડો એટલો મોટો હતો કે કારનું આખુ ટાયર ખાડામાં સમાઇ ગયું. તંત્રએ તો […]

Gujarat Rajkot

રાજકોટના શાપર નેશનલ હાઇવે પર ખાડો પડવાની ઘટના સામે આવી છે. તંત્રની બેદરકારી સમાન આ ખાડો એક કાર ચાલક માટે મુસીબત બની ગયો છે.  ઓવરબ્રિજ નીચેથી જઇ રહેલા કાર ચાલકને ખબર ન હતી કે એક મોટો ખાડો તેની રાહ જોઇ રહ્યો છે. ખાડો એટલો મોટો હતો કે કારનું આખુ ટાયર ખાડામાં સમાઇ ગયું. તંત્રએ તો પોતાની જવાબદારીમાં હાથ ખંખેરી લીધા પરંતુ રસ્તા પરથી પસાર થઇ રહેલા અનેક લોકો કાર ચાલકની મદદે આવ્યા છે અને કારને ખાડામાંથી કાઢવાનો પ્રયાસ કર્યો છે.

મહત્વનું છે કે રાજ્યમાં હાલ વરસાદી માહોલની શરૂઆત જ થઇ છે અને આવમાં ખાડા પડવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ત્યારે તંત્રની પ્રી મોન્સૂર કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.