National News/ NALSAR યુનિવર્સિટીમાં CJI સૂર્યકાંતને મુખ્ય અતિથિ તરીકે બોલાવવાનો વિદ્યાર્થીઓ દ્વારા સખત વિરોધ

હૈદરાબાદની NALSAR યુનિવર્સિટીમાં CJI સૂર્યકાંતને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવા સામે Students એ વિરોધ નોંધાવ્યો છે. જાણો સમગ્ર વિવાદની વિગત.

NATIONAL Top Stories India
Students

CJI Stuck in Controversy at NALSAR University Convocation:  હૈદરાબાદની જાણીતી નેશનલ એકેડેમી ઓફ લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચ એટલે કે NALSAR યુનિવર્સિટીમાં આગામી પદવીદાન સમારોહને લઈને વિવાદ ઊભો થયો છે. યુનિવર્સિટી તરફથી દેશના મુખ્ય ન્યાયાધીશ એટલે કે CJI સૂર્યકાંતને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે, 2026ના ગ્રેજ્યુએટ થઈ રહેલા વિદ્યાર્થીઓના એક જૂથે આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે.

વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ(Students) યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર, રજિસ્ટ્રાર અને અન્ય અધિકારીઓને પત્ર લખીને CJIને આપવામાં આવેલા આમંત્રણ અંગે પુનર્વિચાર કરવાની માંગ કરી છે.

Studentsએ કેમ કર્યો વિરોધ?

વિદ્યાર્થીઓનો(Students) દાવો છે કે CJI સૂર્યકાંતના તાજેતરના કેટલાક નિવેદનો અને જાહેર વલણને કારણે તેઓ તેમની હાજરીને લઈને અસ્વસ્થ છે. વિદ્યાર્થીઓએ પોતાના પત્રમાં યુવાનો પ્રત્યે કરવામાં આવેલા કેટલાક કથિત ટિપ્પણીઓ અને પોલીસ કાર્યવાહી સંબંધિત મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે કાયદાના વિદ્યાર્થીઓ માટે બંધારણીય મૂલ્યો, ન્યાય અને નાગરિક અધિકારો મહત્વપૂર્ણ છે. આવા સંજોગોમાં જો તેઓ પોતાના પદવીદાન સમારોહમાં CJIના હસ્તે ડિગ્રી મેળવે તો તે બાબતને લઈને તેમને ગંભીર અસહમતિ છે.

Students
students-oppose-cji-as-chief-guest-nalsar

આમંત્રણ પાછું ખેંચવાની માંગ

વિરોધ કરનારા વિદ્યાર્થીઓએ(Students) યુનિવર્સિટી પ્રશાસનને વિનંતી કરી છે કે આ નિર્ણયને માત્ર થોડા વિદ્યાર્થીઓનો વિરોધ ન માનવામાં આવે. તેમની દલીલ છે કે આ મુદ્દો શૈક્ષણિક સ્વતંત્રતા અને વિદ્યાર્થીઓની ભાવનાઓ સાથે જોડાયેલો છે. વિદ્યાર્થીઓએ પ્રશાસનને સમગ્ર મામલે ફરી વિચાર કરવા અને યોગ્ય નિર્ણય લેવા અપીલ કરી છે.

NALSAR પ્રશાસનનું શું કહેવું છે?

વિદ્યાર્થીઓનો(Students) પત્ર સામે આવ્યા બાદ આ મુદ્દો કાનૂની અને શૈક્ષણિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, હાલમાં આ મામલે NALSAR યુનિવર્સિટી પ્રશાસન તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કે નિર્ણય જાહેર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું નથી. હવે જોવાનું એ રહેશે કે યુનિવર્સિટી વિદ્યાર્થીઓની માંગ પર શું નિર્ણય લે છે અને પદવીદાન સમારોહમાં CJI સૂર્યકાંતની હાજરી અંગે અંતે શું સ્થિતિ રહે છે.


આ પણ વાંચો : યુનિવર્સિટી ઓફ લંડનમાં CJI સૂર્યકાંતના કાર્યક્રમમાં હંગામો, ભારતીય હાઈકમિશને આપ્યો પ્રોપર જવાબ

આ પણ વાંચો :આજે ગુજરાત નેશનલ લો યુનિવર્સીટીનો 16મો દીક્ષાંત સમારોહ, CJI સૂર્યકાંત મુખ્ય અતિથિ

આ પણ વાંચો :કોકરોચ જનતા પાર્ટી’નું X એકાઉન્ટ ભારતમાં બેન, CJIની ટિપ્પણી બાદ વિવાદ ગરમાયો