Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

New Delhi/ ‘કોકરોચ જનતા પાર્ટી’નું X એકાઉન્ટ ભારતમાં બેન, CJIની ટિપ્પણી બાદ વિવાદ ગરમાયો

CJI જસ્ટિસ સૂર્યકાંતની ટિપ્પણી બાદ ચર્ચામાં આવેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ (Cockroach Janata Party)નું સત્તાવાર X એકાઉન્ટ ભારતમાં બેન કરી દેવામાં આવ્યું છે. પેજના ફાઉન્ડરે આ કાર્યવાહી સામે ડિજિટલ સેન્સરશિપનો આરોપ લગાવ્યો છે.

May 21, 2026Maya Sindhav
Top Stories India Breaking News
‘Cockroach Janata Party’ના ફાઉન્ડરે સરકાર સામે ઉઠાવ્યા સવાલો

New Delhi: દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સૂર્યકાંતની એક ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર શરૂ થયેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ (Cockroach Janata Party) ફરી ચર્ચામાં આવી છે. આ પાર્ટીનું સત્તાવાર X (પૂર્વ ટ્વિટર) એકાઉન્ટ ભારતમાં પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું છે, જેને લઈને સોશિયલ મીડિયા પર નવી ચર્ચા શરૂ થઈ છે.

Cockroach Janata Partyનું Instagram પર હજુ પણ સક્રિય

X એકાઉન્ટ બંધ થયા બાદ પણ ‘કોકરોચ જનતા પાર્ટી’ (Cockroach Janata Party)નું Instagram પેજ હજુ કાર્યરત છે. ખાસ વાત એ છે કે આ પેજે ફોલોઅર્સની સંખ્યામાં ભાજપને પણ પાછળ છોડી દીધું હોવાનું કહેવાય છે.માહિતી મુજબ Instagram પર આ પેજના 1 કરોડથી વધુ ફોલોઅર્સ થઈ ચૂક્યા છે, જ્યારે ભાજપના ફોલોઅર્સની સંખ્યા આશરે 87 લાખ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ફાઉન્ડર અભિજિત દીપકનો આક્ષેપ

પેજના ફાઉન્ડર અને સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ અભિજિત દીપકે X એકાઉન્ટ બેન થયા બાદ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે Instagram પર વીડિયો શેર કરીને કહ્યું કે પહેલા એકાઉન્ટ હેક કરવાનો પ્રયાસ થયો અને પછી ભારતમાં સત્તાવાર X એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું. તેમણે દાવો કર્યો કે તેઓ માત્ર સરકાર પાસે જવાબદારી માંગતા હતા અને કોઈ ખોટી માહિતી શેર કરવામાં આવી નહોતી. સાથે જ તેમણે આ પગલાને “ડિજિટલ સેન્સરશિપ” ગણાવી યુવાનોને અવાજ ઉઠાવવાની અપીલ કરી છે.

Cockroach Janata Party
Cockroach Janata Party

શું હતો સમગ્ર વિવાદ?

આ સમગ્ર વિવાદની શરૂઆત સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં ચાલી રહેલી એક સુનાવણી દરમિયાન થઈ હતી. સુનાવણી દરમિયાન CJI જસ્ટિસ સૂર્યકાંતે કથિત રીતે કેટલાક યુવાનો અંગે ટિપ્પણી કરી હતી, જેને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા અને વિરોધ જોવા મળ્યો હતો.ટિપ્પણી વાયરલ થયા બાદ અનેક યુવાનો અને સોશિયલ મીડિયા યુઝર્સે તેનો વિરોધ કર્યો હતો. બાદમાં જસ્ટિસ સૂર્યકાંતે સ્પષ્ટતા આપતા જણાવ્યું હતું કે તેમનો ઈશારો માત્ર નકલી ડિગ્રી ધારકો તરફ હતો અને દેશના સાચા યુવાનોની લાગણી દુભાવવાનો કોઈ ઈરાદો નહોતો.

સોશિયલ મીડિયા પર જનઆંદોલન જેવી સ્થિતિ

વિવાદ બાદ ‘કોકરોચ જનતા પાર્ટી’ નામે સોશિયલ મીડિયા પર અભિયાન શરૂ થયું હતું. થોડા સમયમાં જ આ પેજને લાખો લોકોનું સમર્થન મળ્યું અને તે યુવાનોના વિરોધનું પ્રતીક બની ગયું.હવે X એકાઉન્ટ બેન થયા બાદ ફરી એકવાર સોશિયલ મીડિયા પર અભિવ્યક્તિની સ્વતંત્રતા, ડિજિટલ સેન્સરશિપ અને સોશિયલ મીડિયા નિયંત્રણ અંગે ચર્ચા તેજ બની છે.


આ પણ વાંચો:સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ‘કોકરોચ જનતા પાર્ટી’, માત્ર 24 કલાકમાં જ જોડાયા હજારો યુવાનો

આ પણ વાંચો:ભારતીય જનતા પાર્ટીની સરકાર ડ્રગ્સના દૂષણ સામે કટિબદ્ધ

આ પણ વાંચો:જનનાયક જનતા પાર્ટી નેતા રવિન્દ્ર સૈનીના હત્યાના કાવતરાખોરો ગુજરાતમાંથી ઝડપાયા, પોલીસ લેશે રીમાન્ડ પર

Post navigation

રાજ્યમાં 22મી અને 23મી મેના રોજ કમોસમી વરસાદ પડવાની આગાહી
PM મોદીના સૂચન પછી મેટ્રોના સત્તાવાળાઓને લાદ્યુ જ્ઞાન, સાત વર્ષે મેટ્રો સ્ટેશન નજીક પાર્કિંગની જગ્યાની શરૂ કરી શોધ

More Posts

વડાપ્રધાન મોદી

પંચાયતી રાજ દિવસ/ વડાપ્રધાન મોદી આજે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે : જાણો આ પ્રવાસથી કોને મળશે આડકતરો મેસેજ

April 24, 2022Keyuri Atri

ડ્રગ્સ કેસ/ સમીર વાનખેડેના બચાવમાં ભાજપના કૈલાશ વિજ્યવર્ગીય,મહારાષ્ટ્રના મંત્રીઓ દાઉદના પ્રભાવમાં

October 27, 2021mustak malik

T20 World Cup 2024/ નવા લુકમાં જોવા મળશે રોહિત સેના, T20 વર્લ્ડ કપ પહેલા બદલાઈ ગઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી

May 6, 2024May 6, 2024Maya Sindhav

Not Set/ મહારાષ્ટ્રમાં કેટલા રેકોર્ડ તોડશે કોરોના?

March 26, 2021Vishal Khamar

Gujarat/ ભાજપની રાષ્ટ્રીય બેઠક મળશે, આજથી જયપુરમાં બે દિવસીય બેઠક મળશે, અધ્યક્ષ જે.પી.નડ્ડાની હાજરીમાં બેઠક મળશે, રાષ્ટ્રીય પદાધિકારીઓ,પ્રદેશ અધ્યક્ષો ભાગ લેશે, બેઠકમાં સંગઠન મહામંત્રીઓ પણ ભાગ લેશે

May 19, 2022parth amin

Breaking News/ અમદાવાદ: પોલીસકર્મી સામે દુષ્કર્મની ફરિયાદ, યુવતીને લગ્નની લાલચ આપીને આચર્યું દુષ્કર્મ, દુષ્કર્મ બાદ ગર્ભપાત કરાવ્યાનો પણ આરોપ, ભુજના દયાપર પો. મથકના પો. કર્મી મહેન્દ્ર ચાવડા સામે ફરિયાદ, યુવતીના ભાઈને પણ શખ્સે ધમકી આપવાનો આરોપ, બાપુનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

August 25, 2023parth amin

Gujarat Weather/ રાજ્યમાં માવઠાએ સૌરાષ્ટ્રના ખેડૂતોનો સોથ વાળ્યો, રાહત પેકેજની માંગ થઈ શકે

April 3, 2026jani
mosquito

Not Set/ દિલ્હીમાં એક અઠવાડિયામાં ડેન્ગ્યુના ચાર નવા કેસ, ત્રણ મહિનામાં આટલા લોકોને થયો ડેન્ગ્યુ

March 21, 2022Nita vagh

Rajkot News/ રાજકોટમાં યુનિકેર હોસ્પિટલના તબીબ વિરૂદ્ધ નોંધાયો ગુનો, એકના બદલે બંને પગમાં ઓપરેશન કરી નાખ્યું!

December 19, 2024December 19, 2024Komal Patel

Not Set/ હવે આધાર કાર્ડ બનાવવા માટે સરકારી ઓફિસોનાં ચક્કર નહીં કાપવા પડે, જાણો શા માટે..

January 3, 2020Bhavesh Vyas
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy