Rajkot News: રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના મોટી મેંગણી ગામમાં 16 વર્ષની સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત (Minor Girl Suicide) કરી લેતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. ઘટના સમયે પરિવારના અન્ય સભ્યો બહાર હોવાથી સગીરા ઘરમાં એકલી હતી. હાલ આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
Minor Girl Suicide: ઘરે એકલી હતી ત્યારે ગળેફાંસો ખાઈ આપઘાત
માહિતી મુજબ, મોટી મેંગણી ગામમાં રહેતી રવિના મુકેશભાઈ સોલંકી (ઉંમર 16 વર્ષ) એ પોતાના ઘરમાં પંખા સાથે ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત (Minor Girl Suicide) કર્યો હતો.સાંજે પરિવારજનોને ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલા ઇમરજન્સી મેડિકલ સ્ટાફે તપાસ બાદ સગીરાને મૃત જાહેર કરી હતી.
માતા-પિતા અને પરિવારના સભ્યો બહાર હતા
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, સગીરાના પિતા પાવાગઢ ખાતે દર્શન કરવા ગયા હતા, જ્યારે માતા રાજપીપળા તરફ ધાર્મિક યાત્રાએ ગયા હતા. પરિવારના અન્ય સભ્યો પશુ ચરાવવા બહાર ગયા હતા, જેના કારણે સગીરા ઘરમાં એકલી હતી.સાંજે મોટી બહેન ઘરે પરત ફરતા ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. પાછળની બારીમાંથી જોતા સગીરા ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. ત્યારબાદ પરિવારજનો અને સ્થાનિકોને જાણ કરવામાં આવી હતી.
પોસ્ટમોર્ટમ બાદ પોલીસની કાર્યવાહી
ઘટનાની જાણ થતાં લોધીકા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસના જણાવ્યા અનુસાર, પરિવારજનોને પણ આપઘાત (Minor Girl Suicide) પાછળનું કોઈ સ્પષ્ટ કારણ જાણમાં નથી. તેથી વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને વધુ તપાસ કરવામાં આવી રહી છે.
કારણ હજુ અકબંધ
હાલ સુધી મળેલી માહિતી મુજબ, આપઘાત પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પોલીસ પરિવારજનોના નિવેદન, પરિસ્થિતિજન્ય પુરાવા અને અન્ય વિગતોના આધારે ઘટનાની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:રાજકોટ સામૂહિક આપઘાત કેસ : પૈસાની ઉઘરાણીને કારણે પગલું ભર્યાનો ખુલાસો
આ પણ વાંચો:રાજકોટમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનો આપઘાત, દંપતી અને પુત્રનું સારવાર દરમિયાન મોત
