Rajkot News/ રાજકોટમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનો આપઘાત, દંપતી અને પુત્રનું સારવાર દરમિયાન મોત

Family Suicide Attempt: રાજકોટના સાધુવાસવાણી રોડ વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. ત્રણેયનું સારવાર દરમિયાન મોત થયું, જ્યારે પોલીસ વ્યાજના બોજા સહિત તમામ પાસાઓથી તપાસ કરી રહી છે. આગળ વાંચો સમગ્ર માહિતી.

Top Stories Gujarat
Family Suicide Attempt: એક જ પરિવારના 3 સભ્યોનો પ્રયાસ

Rajkot News: રાજકોટ શહેરમાં સાધુવાસવાણી રોડ (Sadhu Vasvani Road) વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ ( Family Suicide Attempt) આત્મહત્યાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે.ઘટનામાં નિવૃત્ત PWD કર્મચારી દિલીપ ખખ્ખર, તેમના પત્ની સ્મિતા ખખ્ખર અને પુત્ર નિશિત ખખ્ખર ત્રણેયના સારવાર દરમિયાન મોત થયા છે. ઘટનાએ સમગ્ર શહેરમાં શોકનો માહોલ સર્જ્યો છે.

Family Suicide Attempt: નિવૃત્ત PWD કર્મચારીનો પરિવાર

પ્રાથમિક માહિતી મુજબ, દિલીપ ખખર PWDના નિવૃત્ત સરકારી કર્મચારી છે. પોલીસને પ્રાથમિક તપાસમાં એવી આશંકા છે કે પરિવાર વ્યાજના બોજા અને આર્થિક (Family Suicide Attempt) તણાવમાં ફસાયો હોવાથી આ પગલું ભરાયું હોઈ શકે છે. જોકે, ઘટનાનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વિવિધ પાસાઓ પરથી તપાસ હાથ ધરી છે.

પોલીસે શરૂ કરી તપાસ

પ્રાથમિક માહિતી મુજબ, ત્રણેયે સાંજે આશરે 5 વાગ્યે સેલફોસની ગોળીઓ ખાધી હતી. ગંભીર હાલતમાં 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન પ્રથમ સ્મિતાબેનનું મોત થયું હતું, જ્યારે ગંભીર હાલતમાં ઇમર્જન્સી વોર્ડમાં સારવાર લઈ રહેલા દિલીપ ખખ્ખર અને તેમના પુત્ર નિશિતનું પણ બાદમાં મૃત્યુ થયું હતું.

રાજકોટમાં અગાઉ પણ આવી ઘટના બની હતી

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2026ની શરૂઆતમાં પણ રાજકોટના 80 ફૂટ રોડ વિસ્તારના સત્યમ પાર્કમાં રહેતા એક પરિવારે આર્થિક સંકડામણના કારણે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલની ઘટનાએ ફરી એકવાર શહેરમાં આર્થિક તણાવ અને વ્યાજના બોજા અંગે ચિંતા વધારી છે.


આ પણ વાંચો: પ્રથમ મેરેજ એનિવર્સરીના બીજા દિવસે લવમેરેજ કરનાર દંપતીનું આપઘાત

આ પણ વાંચો: દીકરીના જન્મ બાદ સાસરિયાના ત્રાસથી પરિણીતાનો આપઘાતનો પ્રયાસ, ફિનાઈલ પીતા હોસ્પિટલમાં ખસેડાઈ

આ પણ વાંચો: વડોદરામાં યુવકે છાતીમાં ગોળી મારી આપઘાતનો કર્યો પ્રયાસ: મંજુસર નજીક કેનાલ પાસે લોહીલુહાણ હાલતમાં મળ્યો, હાલત ગંભીર