Not Set/ કચ્છમાં વેપારીની પુત્રીનું અપહરણ કરી ખંડણી માંગનારને પોલીસે ઝડપી પાડ્યા

કૌશિક  છાયા, મંતવ્ય ન્યુઝ-ભુજ કચ્છનાં અંજારમાં વેપારીની પુત્રીનુ અપહરણ કરી 10 કરોડની ખંડણી માંગવાના કેસમાં અંજાર પોલિસે બે મહિના બાદ ગુન્હાનો ભેદ ઉકેલી નાંખ્યો છે પોલીસે કુલ 4 આરોપીઓની ધરપકડ પણ કરી છે. અંજારના યુવતી અપહરણ કેસમાં વેપારીની ફરીયાદ બાદ તેની પુત્રી ભુજ નજીકથી મળી આવી હતી,પોલિસે સાથે મળી અપહરણકારો પર દબાણ ઉભુ કરતા વેપારીની […]

Gujarat Others
WhatsApp Image 2021 03 24 at 6.14.33 PM કચ્છમાં વેપારીની પુત્રીનું અપહરણ કરી ખંડણી માંગનારને પોલીસે ઝડપી પાડ્યા

કૌશિક  છાયા, મંતવ્ય ન્યુઝ-ભુજ

કચ્છનાં અંજારમાં વેપારીની પુત્રીનુ અપહરણ કરી 10 કરોડની ખંડણી માંગવાના કેસમાં અંજાર પોલિસે બે મહિના બાદ ગુન્હાનો ભેદ ઉકેલી નાંખ્યો છે પોલીસે કુલ 4 આરોપીઓની ધરપકડ પણ કરી છે.

અંજારના યુવતી અપહરણ કેસમાં વેપારીની ફરીયાદ બાદ તેની પુત્રી ભુજ નજીકથી મળી આવી હતી,પોલિસે સાથે મળી અપહરણકારો પર દબાણ ઉભુ કરતા વેપારીની પુત્રી સહીસલમત મળી આવી હતી. હવે આ ધટનામાં વેપારીની પુત્રીનુ અપહરણ કરનાર 4 શખ્સો બે કાર સાથે અંજાર પોલિસના હાથે ઝડપાઇ ગયા છે ગત 15 જાન્યુઆરીના બનેલા દિકરીના અપહરણ પહેલા આરોપીઓએ તેની રેકી કરી હતી અને વેપારીની પુત્રી ક્યારે ટ્યુશન જાય છે. ક્યા રસ્તે જાય છે. તેની વોચ ગોઠવી હતી. જો કે વેપારીને 10 કરોડની ખંડણી માટે ફોન આવ્યા બાદ પોલિસે ચારેબાજુ તપાસ તેજ કરતા અપહત વેપારી પુત્રીને છોડી આરોપીઓ નાશી ગયા હતા. જો કે તપાસ દરમ્યાન કેટલાક શંકાસ્પદ નામો સામે આવતા પોલિસે પુછપરછ શરૂ કરી હતી જેમાં હિતેશ ઉર્ફે રાજ કાતરીયા કે જે ફિલ્મ માર્કેટીંગ કામ સાથે સંકડાયેલો છે તે રવજી ઉર્ફે રવી ખીમજી સોરઠીયા, વિકાસ દયારામ કાતરીયા તથા હસમુખ બાબુ માળીની સંડોવણી બહાર આવતા તેની અંજાર પોલિસે ધરપકડ કરી છે અપહરણ માટે આ લોકોએ એક મહિના પહેલાથી રેકી કરી હોવાનુ પણ તપાસમા ખુલ્યુ છે જ્યારે ભુજમા થયેલી એક લુંટમા પણ ઝડપાયેલા પૈકી 3 આરોપીની સંડોવણી ખુલી છે લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત વિવિધ ટુકડીઓ આ અપહરણના કેસમાં કામે લાગેલી હતી. જો કે અંજાર પોલિસે 2 મહિના જુના અપહરણ તથા 10 કરોડની ખંડણીના કેસમાં ગુન્હાનો ભેદ ઉકેલવા સાથે 4 શખ્સોની ધરપકડ કરી ભુજની લુંટનો ભેદ પણ ઉકેલ્યો છે. ઝડપાયેલા શખ્સોએ પૈસાની જરૂરીયાત માટે આવી અન્ય કોઇ ધટનાને અંજામ આપ્યો છે કે નહી તેની પણ તપાસ શરૂ કરી છે.