Not Set/ રાજ્યમાં કોરોનાના રેકોર્ડ 1790 કેસ, મોતની સંખ્યા બમણી થઇ, 24 કલાકમાં કુલ 8ના મોત

કોરોનાના કેસો દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. આજે ફરી એક નવો રેકોર્ડ બન્યો છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ 1790 કેસ નોંધાયા છે. જેમાં 8 દર્દીઓના મોત થયા છે.

Top Stories Ahmedabad Gujarat
gujarat corona update 1616259046 રાજ્યમાં કોરોનાના રેકોર્ડ 1790 કેસ, મોતની સંખ્યા બમણી થઇ, 24 કલાકમાં કુલ 8ના મોત

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી ગુજરાતમાં કોરોના કેસો સતત વધી રહ્યા છે. હવે તો કોરોના જાણે કે બે-લગામ થઇ ગયો છે. એક તરફ રસીકરણ ચાલી રહ્યું છે તો બીજી બાજુ કેસો પણ ફુલ સ્પીડમાં વધી રહ્યા છે. કોરોનાના કેસો દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. આજે ફરી એક નવો રેકોર્ડ બન્યો છે. રાજ્યમાં આજે એટલે કે છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 1790 કેસ નોંધાયા છે. જેમાં 8 દર્દીઓના મોત થયા છે. એટલે કે મોતનો આંકડો પણ ડબલ થઇ ગયો છે. ગઇકાલે 4 દર્દીઓના મોત થયા હતા. હાલ એક્ટિવ કેસોની સંખ્યા 8823 છે જ્યારે કુલ 79 દર્દી વેન્ટિલેટર પર છે.

cc4 રાજ્યમાં કોરોનાના રેકોર્ડ 1790 કેસ, મોતની સંખ્યા બમણી થઇ, 24 કલાકમાં કુલ 8ના મોત

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં 1277 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 2,78,880 કોરોના મુક્ત થયાં છે. તો 24 કલાકમાં 8 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4466 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે.

NEWS4AHMEDABAD રાજ્યમાં કોરોનાના રેકોર્ડ 1790 કેસ, મોતની સંખ્યા બમણી થઇ, 24 કલાકમાં કુલ 8ના મોત

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 3 દિવસથી ચિંતાજનક વધારો નોંધાયો છે. સોમવારે રાજ્યમાં 1640 કેસ, મંગળવારે 1730 કેસ અને આજે 1790 કેસ નોંધાયા છે. આમ ગુજરાતમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે ચિંતાજનક રીતે વધી રહ્યું છે. સુરત શહેરમાં રાજ્યના સૌથી વધુ 480 કેસ અને ગ્રામ્યમાં 102 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 506 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 8 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 145 કેસ, જ્યારે ગ્રામ્યમાં 20 કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં 130 કેસ અને ગ્રામ્યમાં 30 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટના 39 કેસ આવ્યા છે. જીનોમ સિક્વિન્સીંગમાં ડબલ મ્યૂટેન્ટ વાયરસની હાજરી જોવા મળી છે. તો 18 રાજ્યોમાં કોરોનાના 71 નવા કોવિડ વેરિયન્ટ જોવા મળ્યા છે.