કૌભાંડ/ ખેત તલાવડી તપાસમાં CA ફર્મ પીપારા & કંપનીનું કૌભાંડ ખૂલ્યું

વિશાલ મહેતા, મંતવ્ય ન્યુઝ-અમદાવાદ એન્ટી કરપ્શન  બ્યુરો દ્વારા ખેત તલાવડી કૌંભાંડ માં દિવસે ને દિવસે નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. ત્યારે ખેત તલાવડી કૌભાંડ માં અત્યાર સુધી ૧૦૦ થી વધુ આરોપીઓની સંડોવણી સામે આવી છે. ACB એ ખેત તલાવડી કૌભાંડની તપાસ કરતા ઓડિટ કરતી CA ફર્મ પીપારા એન્ડ કંપની ની ગેરરીતિ સામે આવી છે.. […]

Ahmedabad Gujarat
ACB ખેત તલાવડી તપાસમાં CA ફર્મ પીપારા & કંપનીનું કૌભાંડ ખૂલ્યું

વિશાલ મહેતા, મંતવ્ય ન્યુઝ-અમદાવાદ

એન્ટી કરપ્શન  બ્યુરો દ્વારા ખેત તલાવડી કૌંભાંડ માં દિવસે ને દિવસે નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. ત્યારે ખેત તલાવડી કૌભાંડ માં અત્યાર સુધી ૧૦૦ થી વધુ આરોપીઓની સંડોવણી સામે આવી છે. ACB એ ખેત તલાવડી કૌભાંડની તપાસ કરતા ઓડિટ કરતી CA ફર્મ પીપારા એન્ડ કંપની ની ગેરરીતિ સામે આવી છે.. શુ છે સમગ્ર કૌભાંડ આવો જાણીએ…

ખેત તલાવડી કૌભાંડમાં દિવસેને દિવસે એસીબીનો ગાળિયો વધુ ને વધુ કસાઈ રહ્યો છે. જેમાં હવે તપાસનો રેલો એકાઉન્ટ પિપારા એન્ડ કંપની સુધી પહોંચ્યો છે. આ કેસમાં અનેક આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.. જોકે કેટલાક  આરોપીઓ જામીન પર મુક્ત થયા છે. હાલમાં ACB ખેત તલાવડી કૌભાંડની તપાસ કરતા ઓડિટ કરતી CA ફર્મ પીપારા એન્ડ કંપની ની ગેરરીતિ સામે આવી છે. જેમાં એન્ટી કરપ્શન બ્યુરોએ પિપારા એન્ડ કંપની અને કસૂરવારો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.

WhatsApp Image 2021 03 24 at 7.45.07 PM 1 1 ખેત તલાવડી તપાસમાં CA ફર્મ પીપારા & કંપનીનું કૌભાંડ ખૂલ્યું
ભૌમિક ગાંધી

ઉલ્લેખનીય છે કે એન્ટી કરપ્શન બ્યુરોની તપાસમાં CA ફર્મનાં માલિક દ્વારા ઓડિટ વિશે કામગીરી માં અનેક ક્ષતિઓ સામે આવી હતી.જેથી ફોજદારી રાહે પગલાં ભરવા ACBએ મંજૂરી માંગી હતી.જે સંદર્ભે ACB ની ટીમે સરકારી ઓડિટર અને FSLની ટીમ સાથે રેડ કરી હતી. જો કે પિપારા એન્ડ કંપની માંથી સંખ્યાબંધ પુરાવા અને કમ્પ્યુટર કબ્જે કર્યા  હતા. તે દરમ્યાન પીપારા કંપની માં CA તરીકે કામ કરતા ભૌમિક ગાંધી અને મિતેષ ત્રિવેદી ની ધરપકડ કરવામાં આવી હતી.

WhatsApp Image 2021 03 24 at 7.45.07 PM ખેત તલાવડી તપાસમાં CA ફર્મ પીપારા & કંપનીનું કૌભાંડ ખૂલ્યું
મિતેશ ત્રિવેદી

ઉલ્લેખનીય છે કે પકડાયેલા બંને વ્યક્તિઓ ઓડિટર તરીકે CA ફર્મ માં કામગીરી કરતા હતા.અને અત્યાર સુધીના ACBમાં નોંધાયેલા ખેત તલાવડી કૌંભાંડ ના ૨૩ ગુનાઓ માં સંડોવણી સામે આવી છે.જ્યારે ફર્મ નાં માલિક પિતા-પુત્ર નમન પિપારાં અને જ્ઞાનચંદ પિપારા વિરુદ્ધ ACB એ LOC નોટિસ જાહેર કરી તપાસ શરું કરી છે