Not Set/ 15 વર્ષથી મહિલા ચલાવે એમ્બ્યુલન્સ, કોરોનાકાળમાં દર્દીનાં સ્વજનો દૂર રહ્યા પણ આ મહિલાએ હિંમતભેર પોતાની સેવા આપી

નારીને નારાયણીનું સ્વરૂપ માનવામાં આવે છે. નારી શકિતની કે જે કોરોના કાળમાં નારાયણી બનીને ખડે પગે રહી છે. ગીતાબેન કોરોના સામેના યુદ્ધમાં એમ્બ્યુલન્સ હાંકીને સારથીની ભૂમિકા અદા કરી રહ્યા છે.

Ahmedabad Gujarat
WhatsApp Image 2021 01 27 at 3.50.29 PM 15 વર્ષથી મહિલા ચલાવે એમ્બ્યુલન્સ, કોરોનાકાળમાં દર્દીનાં સ્વજનો દૂર રહ્યા પણ આ મહિલાએ હિંમતભેર પોતાની સેવા આપી

@રીઝવાન શેખ, મંતવ્ય ન્યુઝ – અમદાવાદ…  

નારીને નારાયણીનું સ્વરૂપ માનવામાં આવે છે. નારી શકિતની કે જે કોરોના કાળમાં નારાયણી બનીને ખડે પગે રહી છે. ગીતાબેન કોરોના સામેના યુદ્ધમાં એમ્બ્યુલન્સ હાંકીને સારથીની ભૂમિકા અદા કરી રહ્યા છે. 49 વર્ષ ની મહિલા દર્દી ઓને ત્વરિત સારવાર અર્થે હોસ્પિટલ પોહચડવાથી લઈને મૃત દર્દીનાં સ્વજનોને સ્મશાન સુધી લઈ જવાની અહમ ભૂમીકાઓ નિભાવી સમાજ સેવા અને કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

છપ્પન ભોગ પર એક તુલસીનું પાન ભારે એવી રીતે પુરુષોની અનેક શક્તિ સામે મહિલાની એક શક્તિ પણ ભારે જ રહી છે. રાજકીય, સામાજિક કે સેવા પ્રવૃતિની બાબત હોય. કોઇપણ સમયે નારીએ નારાયણી બનીને પોતાની ફરજ નિભાવી છે. સામાન્ય રીતે કોરોના નામ પળતાની સાથે લોકો ગભરાતા હોય છે. પણ અમદાવાદમાં રહેતા મહિલા આવા કોરોના દર્દીઓની ડેડ બોડી અટેન કરે છે. 15 વર્ષથી એબ્યુલન્સ ચલાવતા આ મહિલાએ અત્યાર સુધી 5 હજારથી વધારે દર્દીઓને તેમજ ડેડ બોડીને નિયત સ્થળે પહોંચાડ્યા છે. આમ, તો મહિલાને કેટલાક લોકો દ્વારા સમાજમાં કેટલીક જગ્યાએ સંકુચિત નજરે જોવામાં આવે છે. પણ અમદાવાદમાં રહેતા આ મહિલા આવી વિચારશરણી વાળા લોકો માટે ઉદાહરણ સ્વરૂપ છે. આ મહિલાનું નામ છે ગીતા બેન પુરોહિત.

ગીતા બેન પુરોહિત છેલ્લા 15 વર્ષ થી પ્રાઇવેટ અબેયુલન્સ ચલાવે છે. ગુજરાત મા ઉત્તર થી લઈને દક્ષિણ પૂર્વ થી લઈને પશ્ચિમ સુધી તમામ જગ્યા તેમની એબ્યુલન્સ લઈને દોડે છે. રાત્રે પણ તેમનો ફોન રણકતો રહે છે.ગીતા બેન રાત્રે પણ તેમની એબ્યુલન્સ લઈને દોડે છે અને ડેડ બોડી તેમજ દર્દીઓ ને નિયત સ્થળે પહોંચાડે છે. આ સેવા નું કાર્ય તેવો સતત 15વર્ષ થી કરે છે.અત્યાર સુધી તેમને 5 હજાર થી વધુ લોકો ની સેવા કરી છે.

તેમને એક કિસ્સો પણ જણાવ્યો જેમાં તેઓ જણાવ્યું કે, ધર ની જવાબદારી સાથે હું એમ્બ્યુલન્સ ચાલવું છું. સામાન્ય રીતે ઘર ના તમામ કામ હું કરું છું એક વખત એવો સમય આવ્યો કે હું મુંઝાઈ ગઈ કે ઘર નું કામ મૂકી ને કેમ જવાય પણ પછી તરત જ કઈ વિચાર્યા વગર હું એબ્યુલન્સ લઈને ભાગી કારણ કે મારા ધર કરતા કોઈ નો જીવ જરૂરી છે.

15 વર્ષ પહેલા ગીતા બેન ને કેન્સર થયું હતું.અને આ કેન્સર ની બીમારી ના કારણે તેમને અનેક વેદના અને તકલીફો સહન કરી હતી.તે તકલીફ કોઈ ને ના પડે તે માટે તેમને એબ્યુલન્સ ચલાવવા નું નક્કી કર્યું.શરૂવાત મા ગીતાબેન દર્દીઓ ને લઈ જતા હતા અને ત્યાર બાદ તેમને ડેડ બોડી અટેન કરવાનું શરૂ કર્યું.કોરાના સમયમાં પણ અનેક કોરોના મૃતદેહો ને તેમને એબ્યુલન્સ થકી નિયત સ્થળ પર પહોંચડયા છે.જોકે તેમને કોઈ જાતનો ડર નથી.શરૂવાત મા ફેમેલી એ તેમના આ કામ ને વખોડયું હતું.અને તેમને આ કામ ના કરવા સલાહ આપી હતી. પણ ગીતા બેને આ કાર્ય ને સેવાનું કામ માની ને આગળ વધ્યા હતા.અત્યારે ગીતા બેન અને તેમના પતિ ગૌરવ ભાઈએ મને નોમીનલ ચાર્જ લઈને આ સેવાકીય કાર્ય કરી રહયા છે .

ગીતા બેન ગુજરાત ની બહાર અનેક વખત તેમની અબેયુલન્સ લઈને સેવાકાર્ય અનેક વાર ગયા છે અને દર્દીઓ અને ડેડબોડી ને તેમની નિયત સ્થળે પહોંચાડી છે ત્યારે મહિલા તરીકે તેમની આ હિંમત એ આવકારવા લાયક છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…